________________
૩૨૬
પ્રવચન ૮૭ મું
દોરામાં બંધાયા આ કુડી કાયામાં કર્લોલ કરે છે પણ તેનું સ્વરૂપ જાણનારાને અત્યંત છાતી બળે છે. જ્ઞાની પુરૂ પૂજ્ય પરમાત્મા તમારૂં રાજાપણું જુએ છે ને કુકડાની કીડા જુએ છે. રાજચંદ્ર થઈને કુકડામાં ક્યાં કર્લોલ કરે છે? તેજ વાત ભરત વિચારે છે. રાજચંદ્ર, જે તાકાતદાર છતાં એક તાંતણામાં કુકડો થઈ ગયો છે. આ જીવની. મૂર્ખતા ઉપર શું કહેવું. આ ભાવનામાં કેવી રીતે કેવળજ્ઞાન-દર્શન વીતરાગપણું અનંતવીર્ય રોકાએલું છે. તે વિચારવા લાગ્યા. એક એક ગુણ માટે નિદન ગહણ શરૂ કર્યું, ક્ષપક શ્રેણિમાં પેઠા, કેવળજ્ઞાન પ્રગટ કર્યું. આ વાત આપણાથી અજાણ નથી. સવાલ અહીં આવે છે કેમહારાજા ભરતને કેવળ થઈ ગયું. હવે સાધુપણું લેવાની જરૂર શી ? સાધુપણું શા માટે ? દુનિયાની મોહ જાળમાં થતાં અન છોડવા માટે સાધુપણું છે. બાર વ્રતધારી શુદ્ધ શ્રાવક એ પણ શું કરે છે? “ખાળે. ડૂચા ને દરવાજા ખુલ્લા.” નવાણું દેકડા જુલમનું પિષણ,
શુદ્ધ બાર વ્રત પાલન કરનારો-જ્યાં ખાળે ડૂચા હોય પણ દરવાજા ખુલ્લા હોય ત્યાં પાણી રોકાય શી રીતે ? કેવી રીતે? તે બતાવો. દેવદત્ત. નામના શ્રાવકે બારે વ્રત ઉચ્ચર્યા. એના છોકરાએ કેઈકનું ખૂન કર્યું. તે વખત રાજ્યને કહેવા જશે કે-મારા છોકરાએ ખૂન કર્યું છે માટે એને ફાંસી ઘે, એમ કહેશે ખરો? બચાવમાં પંચેન્દ્રિય મનુષ્યની થએલી હત્યા પોતે જાણે છે, છતાં એ હત્યાને રેળી નાખવી છે. એને આ વ્રત કેમ? મેં પિતે બંધ કર્યું છે પણ નથી કુટુંબને બંધ કરાવી શકે ન નથી. સંબંધી મિત્રોએ બંધ કર્યું. સગાવહાલાં જે જુલમ કરે તેમાં હું જ રાજી થાઉ, પણ આપત્તિ વખતે તેમને કેડ બાંધી બચાવવા તૈયાર છું. સેંકડો ગુન્હા કુટુંબમાં બને તે પણ બચાવવા ઉભું રહેવું. ગુનાને બંધ કરી શક્યું છે પણ ગુન્હાઓમાં ગરકાવ થએલાને બેગુનેગાર બનાવવા માટે કેડ બાંધવી પડે, તે છોડયું શું? પાપીઓના બચવા કરવા માટે તૈયાર થવું. એવી રીતે દરેક બાયડીએ, મુનિએ, કાકાએ, મામાએ, કેઈએ પણ જુલમગાર કૃત્ય કર્યું હોય, તમે જુલમગાર માનતા છે તે પણ કેડ બાંધી બચાવવા ઉભા રહે છે. તેથી એક કડે વ્રત અને નવાણું દેકડા જુલમનું પિષણ.