________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૩૨૩ કેવળ જ્ઞાનાદિ વગરના કેઈ પણ જીવે નથી
મેલને ધોઈ નાખી હીરાને પ્રકાશ પ્રગટ કરવાને છે, તેવી રીતે આત્માને કેવળ જ્ઞાનદર્શન વીતરાગપણું એ પ્રગટ થયા એટલે આત્મપ્રકાશ થયો. કેવળ જ્ઞાન-દર્શન પ્રગટયું કેમ કહીએ છીએ ? એ નવું ઉત્પન્ન થએલું નથી. આ જગોપર કહેશે કે કેવળ જ્ઞાનાદિ ઋદ્ધિ ભવ્ય જીવો માટે માનીએ પણ અભવ્ય મિથ્યાત્વી દુર્ભવ્ય માટે યાવતુ સૂક્ષ્મ એકેન્દ્રિય માટે આપણે શી રીતે માનીએ? એને આત્મા કેવળ જ્ઞાન દર્શન વીતરાગતામય અનંત વીર્યને ધણી શી રીતે માનીએ ? જણનારી સ્ત્રીને માની શકીએ કે એના પેટમાં ગર્ભ ધારણ કરવાનું સ્થાન છે. એમ માનીએ એટલે ગર્ભ ઉત્પન્ન કરવાની તાકાત છે, પણ વાંઝણીમાં ઉપત્તિસ્થાન એગ્ય બીજ કેવી રીતે માનવું? જણનારી નારીમાં બીજ માની શકીએ. જેઓ વહેલા મેડા કેવળ જ્ઞાનદર્શન વિગેરે મેળવનારા એમાં કેવળ જ્ઞાનાદિક છે એમ માનીએ! પણ વાંઝણીમાં ગર્ભાધાનની શકિત નથી તેથી મનાય નહિં. તેમ જેઓ મિથ્યાત્વી અભવ્ય નિગોદમાં રહેલા તેમને મોક્ષ મળવાનું નથી, તેમાં ગર્ભાધાન શક્તિ છે એમ મનાવવા માગો તે શી રીતે માનવું? પ્રશ્નકાર એક જ વાત કહેવા માંગે છે કે–જેમાં કાર્ય થાય તેમાં કારણ માને પણ જેમાં કાર્ય થવાને સંભવ નથી, તેમાં કાર્યદશા મનાવવા માગો તે શી રીતે માનવી? મહાનુભાવ ખેતરમાં દાણા વવાય કેટલા ને અંકૂરા થાય કેટલા દાણાના ? જે દાણ રંધાઈ ગયા, જાનવર ખાઈ ગયા, શેકાઈ ગયા તે દાણામાં અંકર કોઈ દહાડો થવાનો છે? અંકુરા નહિ થાય તે ચોક્કસ છે છતાં પણ તેમાં અંકુરાની તાકાત ન હતી એમ કહી શકીએ ખરા? કહે કે અંકુરાની તાકાત છતાં એવા સંજોગમાં આવ્યા કે જેમાં અંકૂરા થયા, નહિ ને અંકુરાના સંજોગ પણ નાશ પામે, તેવી રીતે અભો મિથ્યાવીઓ કેવળ જ્ઞાનાદિવાળા છે છતાં પણ પ્રગટ કરવાના સંજોગો, પ્રગટ કરવાની સામગ્રી–પરણુતિ તેમને મળી નથી, મળતી નથી ને મળશે પણ નહીં. ન મળવાથી કાર્ય ન થાય તેટલા માટે અયોગ્ય કહેવાય નહિ. કેઈ પણ જીવ કેવળ જ્ઞાન દશનાદિ વગરને છે એમ કહી શકીએ જ નહિં. આ વાત યુક્તિથી જોઈ. હવે શાસ્ત્રોથી જોઈએ-અભવ્યને કેવળ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય સંજવલન પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની વિગેરે ચાર ચેકડી માનવી કે નહિ ને દાનાંતરાય વિગેરે માનવા કે