________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩ર૧
પ્રવચન ૮૭ મું તાકાત રહિત વસ્તુ કાર્યમાં પરિણમે નહિં
શાસકાર મહારાજા ધર્મોપદેશ દેતાં જણાવી ગયા કે જે મનુષ્યને વસ્તુ મળેલી હોય, માલિકી કબજે પિતાને હોય, છતાં સદુપયેગ, દરૂપગ, અનુપયોગના પરિણામને ધ્યાનમાં લઈ શકે નહિં તે તેની વ્યવસ્થા કરવાને હક તેને મળતો નથી. આ વાત શાસથી, કાયદાથી, જગતના વ્યવહારથી નક્કી થએલ છે. તેવી રીતે ધર્મ ચીજ બહારની નથી, બહાર તેની સામગ્રી સાધને અને કારણે છે, પણ ધર્મ ચીજ આત્માની બહાર નથી. આટલા જ માટે શ્રીહરિભદ્રસૂરિજીએ ષોડશકમાં જણાવ્યું છે કે ધરતઃ પ્રમ: ભગવાનની મૂર્તિ અને પાંચ મહાવ્રતધારી સાધુ. આત્માથી ધર્મ એ નવીન ઉત્પન્ન થવાવાળી ચીજ નથી. આ ઉપરથી દેવ ગુરુ અને ધર્મના ઉપકરણ નકામાં નથી. ઘડા એ ચક્કરથી બને છે પણ ચકર પિતે ઘડારૂપ થતું નથી. કુંભાર દંડ યાવત ગધેડે ઘડારૂપ થતા નથી. ઘડારૂપે તો માત્ર માટી જ થાય છે. તેટલા માત્રથી કુંભાર ચક્ર ગધેડાં દેરીને રૂખસદ આપી દઈએ, તે માટી ઘડારૂપે ક્યારે થવાની? ઘડારૂપે તે માટી થવાની, પણ કુંભારાદિક વસ્તુ ન હોય તો માટીનો ઘડો બને નહિ તેવી રીતે એક પક્ષ-આમામાં કારણ માત્રમાં કાર્ય રહેલું છે. ઘડે કરે હોય તે માટી લેવા કેમ જાય છે, પણ તાંતણ લેવા કેમ નથી જતે ? માટે માટીરૂપ કારણમાં કથંચિત્ કાર્ય રહેલું છે. તેમ હોવાથી જે જે કાય જેને જેને કરવું હોય તે તે તેના કારણને જ ધે છે. ત્યારે બીજો પક્ષ કહે છે કેકારણમાં કાર્ય છે જ નહિ, કેમકે કારણમાં કાર્ય હોય તે મહેનત શાની કરો છો? તસ્ય વાdi નાસ્તિ જે વસ્તુ બની ગએલી છે, સિદ્ધ થએલી છે, પછી તેમાં કરવાનું શું ? કારણમાં કાર્ય વિદ્યમાન છે તે કરવાનું શ બની ગએલી વસ્તુને કરવાની હોય નહિ. માટીમાં ઘડો છે. સતરમાં લુગડું છે, તો કુંભાર કે સાલવીને કરવાનું શું ? માટે કારણમાં કાય છે જ નહિં. તેં ઘડા કરવાવાળા માટી કેમ લે છે? સુરતમાં કપડું છે એમ ધારીને સુતર કેમ લે છે? માટીમાં ઘડો બનવાનું સામર્થ્ય છે. ઘડાની ઈરછાવાળી માટી જ લે. સુતરથી લુગડું થાય છે. તેથી જ લુગડાની ફા. ૨૧