________________
૩૨૦
પ્રવચન ૮૬ મું
છે. બધાની સાક્ષીએ કરાવી પણ દસ્તાવેજની એફીસમાંથી બહાર નીકલ્યા એટલે પાઘડી ફેરવી દીધી. દસ્તાવેજ કર્યો રજીસ્ટર કરાવ્યું, પણ ઉપાશ્રયથી ઘેર આવ્યા એટલે છોકરા બાયડી ઘર ધન બધું વહાલું લાગવા લાગ્યું. જુલમગાર કહેનાર હું તે જુલમગારમાં ફસાઈ ગયા. મારા દસ્તાવેજની કિંમત શી રહી? મારા જેવો બેઈમાન કેણ? આ કેણ વિચાર કરે છે, પેલા કાળાં મહેલના શ્રાવકે વિચારે છે. દેશવિરતિ એટલે સર્વ વિરતિની ગર્ભાવસ્થા
અભયકુમાર પાસે શ્રાવકે કહે છે કે અમે તે ઉચ્ચર્યા છે. જેમ એક બાઈ છોકરું જવાની હય, ગર્ભધારણ કર્યા વગર છેક જન્મ ન આપી શકે. દેવતાઈ સ્થિતિ તરીકે સાધુપણાને પામ્યા હોય તે વાત જુદી, પણ માણસાઈ સ્થિતિમાં એટલી તાકાત નથી કે વગર ગર્ભે કરૂ ઉત્પન્ન કરી શકે. તીર્થંકર ગણધર મહારાજા પેલા સમવસરણના દીક્ષિતે એ બધા દેવતાઈ પુરુષ કે જેઓ સીધા સાધુ થયા. માણસાઈરીવાજ પ્રમાણે ગર્ભ ધારણ કરી છોકરુ ધારણ કરવા. શ્રાવકપણાના વ્રત પચ્ચખાણ એ સર્વવિરતિની ગર્ભ અવસ્થા. સાધુપણું એ જન્મ અવસ્થા. દેશવિરતિ ને શ્રાવકપણું તે કેને હોય? જેની દષ્ટિ સાધુપણા તરફ. જેમ એક પગે ઉભે રહેલ કુદકે મારતો હોય તે વખતે બીજો પગ મૂકવાનું લક્ષ્ય સામે હોય તેવી રીતે શ્રાવકપણું એ એક પગને કુદકે. તપેલા લેઢાના કડાઈયા ઉપર પગ મૂકવા જે આ દેશવિરતિધર્મ છે. વસ્તુતઃ સર્વવિરતિપણા માટેની ગર્ભાવસ્થા છે. - તપેલા કડાઈઓ ઉપર પગ મેલનારાનું ચિત્ત સામા કાંઠા પર હોય. ન છૂટકે અહીં પગ મૂક પડે. શ્રાવકપણું એ તપેલા લેઢાને કડાઈઓ, એ બચાવનાર છે, પણ કે બચાવ કરે? એવું જ ગૃહસ્થપણું અને દેશવિરતિપણું પણ ક્ષણભર બચાવનાર છે. જેમ તપેલા લોઢાના કડાઈમાં ઉપર પગ આગળ જવા માટે, ત્યાં રહેવા માટે નહિં. તેવી રીતે દેશવિરતિ શ્રાવકપણું એ સર્વવિરતિ માટે જ. શ્રાવકના વ્રત અને તેના અતિચાર વિચારશે એટલે સર્વવિરતિની ગર્ભાવસ્થા એજ દેશવિરતિ, એ અતિચારનું જ્ઞાન કરો એટલે ભાન આવશે. એને આપોઆપ માલમ પડશે કે સર્વવિરતિ માટે જ બાર વતે છે. દેશવિરતિવાળો આત્મ પિતાને સર્વવિરતિના ઉમેદવાર તરીકે કેવી રીતે જણાવે છે અને પિતાને કે અધર્મી ગણાવે છે, તે વિગેરે અધિકાર અગે વર્તમાન,