________________
રરર
પ્રવચન ૮૭ મું
ઈચ્છાવાળો સુતરને લે છે. જે કાર્ય-કારણને જાણે છે? તે જ તે ત્યે છે. સુતર વગર લુગડું ને માટી વગર ઘડો થતો નથી. એ જાણવાની જરૂર નથી. કારણ માત્રમાં કાર્ય રહેલું છે. જન શાસ્ત્રકાર કહે છે કે બને ભેળા મળે. જેમ દુનિયામાં એકલું બીજ અંકુરો નહિં કરે, એકલી પૃથ્વી અંકુરે નહિં કરે, બીજથી નિરપેક્ષ રહેલી પૃથ્વી અને પૃથ્વીથી નિરપેક્ષ રહેલ બીજ તે અંકૂર કરવાની તાકાતવાતું નથી. બીજને અને પૃથ્વીને બનેને મેળવે અને પાણી પડે તે અંકૂર થશે. સત્ અસત પક્ષવાળા બનેને મેળવે. જે ઘડે થવાને તેનું કારણ તે આજ માટી. કરેડ ટન માટી છે, પણ આ ઘડો થવાના કારણભૂત આજ માટી. જે વસ્તુરૂપે પરિણમે તે વસ્તુમાં તાકાત છે. તાકાત વગરની વસ્તુ પરિણમે નહિં. સત્તામાં રહેલા ગુણને પ્રગટ કરવાનો પ્રયત્ન.
એવી રીતે આત્મા માટે વિચારો કે-આત્મા કેવળ જ્ઞાનમય છે? એમ સમકાતિ માને છે. જીવ માનવામાં સમકાતિ અને મિથ્યાત્વીમાં મટે ફરક પડે છે. મિથ્યાત્વી જીવ માનવા છતાં કૈવલ્ય સ્વરૂપ નહીં માને. કૈવલ્ય જ્ઞાનસ્વરૂપ કૈવલ્ય દર્શનસ્વરૂપ વીતરાગત સ્વરૂપ અનંત વીર્યવાળે જીવ સમકાતિ માનશે. સમકાતિની અપેક્ષાએ સિદ્ધિને જીવ અને નિગોદને અપર્યાપ્ત પહેલા ક્ષણનો એકેન્દ્રિય જીવ એ બને સરખા છે. ચોકસીની અપેક્ષાએ રાજાના મુગટમાં રહેલું ને ખાણમાંનું સેન આ બનેમાં કંઈ ફરક નથી. તેવી રીતે અહીં સૂક્ષમ એકેન્દ્રિય અપર્યાપ્તા પહેલા ક્ષણને જીવ અને સિદ્ધના જીવમાં જીવપણામાં કાંઈ ફરક નથી. તે પછી અહીં ફરક શેમાં છે? મુગટમાં રહેલું તેનું માટીથી જાદુ પડી સ્વચ્છ થયું છે અને ખાણમાં રહેલું માટી અને બીજી ધાતુઓ સાથે મળેલું છે. તેવી રીતે સિદ્ધને જીવ કર્મરૂપ માટીથી રહિત બલકે વિકારરૂપ બીજી ધાતુથી રહિત છે. આ જીવમાં કર્મ રૂપ માટી, વિકારરૂપ બીજી ધાતુ એકમેક થએલી છે. સેનું બનાવવા પ્રયત્ન ખાણવાળાઓ કરતા નથી. ખાણવાળાઓને પ્રયત્ન સોનું ચોકખું કરવાનો છે. હીરાવાળાઓ હીરાને ચકખા બનાવવા પ્રયત્ન કરે છે, તેવી રીતે આ જીવે કેવળ જ્ઞાન-દર્શન વીતરાગપણું અનંતવીર્ય ઉભું કરવા પ્રયત્ન નથી કરવાને પણ પ્રગટ કરવાને પ્રયત્ન કરવાને છે.