________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૨૨૫ સંબંધમાં દેવતાનું આયુષ્ય નથી ગણાયું અને ઉપદેશમાળાકારે કથન કરેલી તે અને વાત ખરી છે. બે ખરી કેમ બને? કાંતે શ્રી ઉમાસ્વાતિજી ખોટા ને કાં તો સમ્યકત્વ પામ્યા પછી દેવગતિ સિવાય બીજી ગતિનું આયુષ્ય ન બાંધે. એ કેવળ મનુષ્ય અને તિર્યંચને માટે છે. મનુષ્ય તિયચ સમ્યકત્વ પામ્યા પછી આયુષ્ય બાંધે તે વિમાનિકનું જ બાંધે. દેવતા અને નારકી સમકિતી હોય તે દેવતામાં જશે કેમ? સન્મત્ત નિ ૩ જી એગાથા માત્ર મનુષ્ય તથા તિય ચિને જ લાગુ થાય છે. સમ્યકત્વથી વિમાનિકનું આયુષ્ય બાંધે, એ મનુષ્ય ને તિર્યંચ બેને માટે જ નિયમ. ચારે ગતિ માટે એ નિયમ નથી. નહિતર નારકી ને દેવતા થવાનું થાય અને દેવતાને દેવતા થવાનું થાય, તે બનતું નથી. સરાગ સંયમ હંમેશાં મનુષ્યને હેય. સંયમસંયમ તિર્યંચને અને મનુષ્યને હોય. તે બે વિભાગો તિર્યંચ મનુષ્યને થતા હતા તે જણાવ્યા. હવે સમ્યકત્વવાળા માટે છૂટું કહેવાની જરૂર નથી. સમ્યકત્વ એ ચારે ગતિમાં હોય અને સંયમ અને દેશવિરતિપણું એ તે મનુષ્ય અને તિર્યંચ સિવાય દેવતા નારકીમાં હોતું નથી માટે તત્ત્વાર્થકારે જગતનો નિયમ બાંધતાં સમ્યકત્વ બાજુએ મૂકયું. વિધિ અને નિષેધ વિશેષણને લાગુ પડે
' એ સૂત્ર પરથી સંયમ દેશવિરતિ પુણ્ય બંધાવનાર એ તે નક્કી થયું ને? દયાથી સત્યથી પ્રામાણિકતાથી બ્રહ્મચર્યથી નિર્મમત્વભાવથી પુણ્ય થાય તો પછી પાપના કારણે છોડવા તેવા પુણ્યના કારણો પણ છોડવા. આ સવાલ દાઢારંગાએ કર્યો. પોતે જે તત્ત્વાર્થનું સૂત્ર બે તેમાં શું કહ્યું છે? સંયમ દેવલોકનું કારણ નથી પણ રાગવાળાનું સાધુપણું એ દેવલોકનું ખરું કારણ છે, માટે દેવકનું ખરું કારણ સંયમ નહિં પણ રાગ છે. વિશિષ્ટ વાગે વિધિ નિષેધો વા વિશેષ પ્રતિ સંતે એ ન્યાયથી ચાહે તે વિધાન કરવામાં આવે કે નિષેધ કરવામાં આવે તે વિધિ કે નિષેધ વિશેષણને લાગે છે. કેઈક બાપે છોકરાને કહ્યું કે–મેલાં લુગડાં કાઢી નાખ, છેક ઘરમાં જઈ લુગડાં કાઢી નાખીને નાગો થઈ આવ્યા. કહો જોઈએ છોકરાએ શું બાપને હુકમ માને ? બાપનું તત્ત્વ શેમાં હતું ? મેલા લુગડાં કાઢવામાં હતું,
ફા. ૧૫