________________
૨૬૮
પ્રવચન ૮૨ મું
આવનારને સંસ્કાર નાખશે. પણ ઘેર બાળબચ્ચાંને સંસ્કાર નાખનારી વસ્તુ-ઘરની દેવસેવા છે. મૂળવાતમાં આવે.
એ મંદિર ઉપર પહેલાં સૂડો પિપટ રહેતે હતો તેને રામની મૂર્તિ ઉપર ચરક કરી. કારણ? રામની મૂર્તિની કિંમત તેને નથી. “અચરે અચરે રામ’ કરવું. રોજ બે વખત “શંકા કંખા” બોલવાનું તમને યાદ છે. આ ગાથા દરેક જાણે છે. છતાં દશા એ છે કે રોજ બે વખત બલવી છે પણ તેના અર્થ તરફ ખ્યાલ દેવે નથી. મારું આ કથન સાંભળીને અવળચંડી રાંડ જેવું ન કરશો. કેમ? તે કે પીયર જઈશ, ત્યારે કહે કે ઘેર રહીશ. ના, ત્યારે પીયરમાં જઈશ. જા ત્યારે આ ઉભી રહી. ઉભી જ રહેજે. ત્યારે આ ચાલી. આગળ અવળચંડી ચાલી અને પાછળ ધણ ચાલ્યો. નદી આવી, પાણું ઘણું, ઘણી કહે છે કે નદી ઉતરીશ નહિં, તોકે આ ઉતરૂં છું, ઉતરવા માંડયું, બળદ ચાલતે હતો તેનું પૂછડું ઝાલ્યું. ઘણી વિચારે છે કે ખાલી રહેશે તો જીવશે તેમ ધારી ધણી કહે છે કે-પાણી બહુ છે માટે સજજડ પકડ, તે કે આ છોડયું. અંતે ડૂબીને મરી ગઈ. આથી જ અવળચંડી રાંડ કહેવાય છે. આથી જૈનશાસનમાં એવા કેટલાક હોય છે. અહીં અર્થની મુખ્યતા માટે દષ્ટાંત આપ્યું છે. તે ગાથા ગખ્યા થાય? ગાથા ગોખી એ વ્યાજબી છે. એ ઉપાલંભ પણ ગાથા આવડનારને જ અપાય છે. આ અર્થ લભો છે. પણ એકદમ અવળચંડી રાંડ જે હોય તે સમજે નહિં. ગાથી શીખે, ભૂલી ગયા છે તે ફેર તિયાર કરો ને છેડે અર્થને પણ સ્થાન આપો. અર્થની ઓળખાણ મૂળ સૂત્ર પછી. તમારા છોકરાને આંક કક્કો અને સગાં વહાલાનાં નામની ગોખણપટ્ટી કેમ કરો છો ? આંક ગોખાવતા, કક્કો ઘૂંટાવતા કેટલી સમજણ દીધી હતી? તારા છોકરાને બાપા-મામા-માસી વખતે કેટલી સમજણ આપી હતી, તે તે કહ? જ્યાં સુધી બાળકે મામા માસીનું સ્વરૂપ ન સમજે ત્યાં સુધી તેના મોંમાં તમારે એ શબ્દ મૂકવા નહિ, એ વાત કબૂલ છે? વાંધો માત્ર અહીં જ છે. અવળા જવાનું ન રાખશે. અર્થાત મૂળ સૂત્ર નકામું છે તેમ નથી, પણ અર્થ ઉપર ધ્યાન રાખવાનું છે, તે લક્ષ્યમાં લ્ય.