________________
આગમારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૨૫ પ્રગટ થયે-માછલાવાળે હું જ હતું, સાવી ન હતી પણ હું જ સાધ્વી વેષધારી હતો. ફક્ત તારી સમ્યકત્વની પરિક્ષા જેવી હતી.
વ્યક્તિના દેશે તું જાતિ પર દોષ દે છે કે નહિ તે જાણવા માટે આ પરીક્ષા કરી હતી. ઠંડુ અને ઉકળતું લોહી. પતિતેની પ્રસંશા
આજકાલ શાસન પ્રેમીઓને ને વિરોધીઓને વૈમનસ્ય ચાલે છે. શાસને જેને પતિત ગણ્યા છે, જેઓ પતિત થઈ પિતાની જાતને જાહેર કરીને નીકળી પડ્યા છે, તેમના પૂજારી તે તેજ બન્યા છે. જિન– વિજયજી જર્મની જઈને ન બોલવાનું બેલે અને ન લખવાનું લખે છતાં તેનાં વખાણ તિલકવિજયજી કરે અને રેલવિહારી વિનયવિજયજના વખાણ પણ તેઓ કરે છે. કોન્ફરન્સના નાણાંથી છપાતું પેપર નામ જૈન યુગનું ધરાવે અને અજૈનને પણ ન છાજે તેવું કાર્ય કરે છે. પતિની મુરાદ બર લાવવા આજ દીન સુધી યુવકોએ, કેન્ફરન્સ અને તેના પ્રચારક મંડળોએ કાર્ય કર્યું છે. તમે પતિતના પૂજારી છે. અને પતિત થએલા પતિતપણામાં એકરાર કરેલાને પૂજ્ય ગણનારા છે. વળી શું બોલે છે કે ઢાંકપીછોડે નહિં ચાલે, પણ આતે તમારે ઉઘાડ પીછડો કઈ જાતને છે તે તો જુઓ. શાસનને સાંધનારે શાસનની સત્તા કબૂલનાર એ પવિત્રમાં પવિત્ર હોય તેને પતિત ગણાવે છે. આ સ્થિતિ ઉપરથી શાસન-ભક્તો સડેલાને સંઘરવા બેઠા નથી. શાસનની સેવા બજાવનારાને સંધરનારા છે.
એક માણસ ખભે બકરું લઈ આવ્યો. દશ વીસ છોકરાએ વિચાર્યું કે આ બકરૂં પડાવી લેવું, બલકે લઈ લેવું. એકે કહ્યું કે ખભે કુતરૂં કેમ લીધું છે? બીજાએ પણ કુતરૂં કહ્યું, એમ દશ વીશ જણાએ અનુકને કુતરૂં કહ્યું. આ બકરું ધારી લાવ્યો છું, છતાં બધા કુતરૂં કેમ કહે છે. જે રખેને કુતરૂં હશે તો મને બહાર બેવકૂફ કહેશે ને તેથી હું મૂખ બનીશ માટે આ ફેંકી દઉં. એવો વિચાર કરી ફેંકી દીધું. પેલા પાસે બકરૂં હતું છતાં ફેંકાવી દેવું હતું, તેથી આ ગોઠવણીથી પેલા પાસેથી ફેંકાવી દેવરાવ્યું. તમે લીધેલી શાસન સેવા તમારા હાથમાંથી ફેંકાવા માટે બીજાઓ ગાળ દેશે, તમને કોમનું ખરાબ કહેનારા છે એવું કહેશે, પણ તમે લીધેલું કાર્ય શાસ્ત્ર સંમત