________________
૩૧૭
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે ખાય તે એકમાંથી આખી જિંદગી જાય. તેવી રીતે સેંકડે પાપથી બચો જોઈએ. એકના પણ સપાટામાં આવી જાય તો અધર્મી છે. જેઓ ધર્મની લાઈનમાં આવેલા હોય, આવવા માગતા હોય, તેમને હદયમાં અધર્મી પણાની બળતરા હોય. સામાયિકની પ્રતિજ્ઞામાં કિંમતી દસ્તાવેજ
સામાયિક ઉચ્ચરતી વખત સમ્યમ્ દર્શન જ્ઞાન અને ચારિત્ર આ ત્રણ સિવાયનું કાર્ય ન કરવું. આ ત્રણનું કામ જરૂર કરવું. એ માટે કરેમિ ભંતે સામાઈયું. એની સાથે “સાવજ જેગ પચ્ચક્ ખામિ.” પાપના જે વ્યાપારો એ બધાના પચ્ચફખાણ. એ બે પ્રતિજ્ઞા થઈ–હવે તે
ફખા થયા ને? ના હજુ એને શાસ્ત્રકારે ચેફખાઈ માનતા નથી. તેથી “તસ ભંતે! પડિક્રમામિ પૂર્વકાળમાં જે સમ્ય દર્શનાદિના કામે ન થયા, પાપના કાર્યો થયા, તેથી પાછા હઠું છું. પાપ કર્યું હવે નહિં કરૂં, એ કામ ન લાગે. જે મેં રત્નત્રયીનો વેપાર ન કર્યો અને પાપને વેપાર જે થયે, તે ભુંડામાં ભુડું થયું, તે સભા સમક્ષ જાહેર કરૂં છું. ગુરુની સમક્ષ એટલે શાસનની અપેક્ષાએ મેટામાં મોટા આચાર્ય, તેમની સાક્ષીએ સાવદ્ય વ્યાપારને નિંદુ છું. પિતે પાછો હશે, આત્માને ધિક્કાર્યો. અને તે પાપ કાર્યો ગુરુને જાહેર કર્યા. એ પાપમય આત્મા તેને હું ખસેડી દઉં છું, સરાવું છું, સામાયિક ઉચ્ચરનારને પહેલાનાં પાપે હદયમાં ખટકતા હોવા જોઈએ. સામાયિક પૌષધ લેતા પહેલાનાં પાપ ખટકતા હેય. જે પાપ ખટકતા હોય નહિ તેને ધર્મી શી રીતે કહેવા? તે શુદ્ધ શ્રાવકે પોતાને અધમ માનતા હતા તેથી કાળા મહેલમાં પેઠા છે. પહેલાં તો પ્રતિજ્ઞા સંઘ સમક્ષ કરી. દસ્તાવેજમાં જેવી સાક્ષી તેવી દસ્તાવેજની કિંમત, જે દસ્તાવેજમાં વૈઈસરોય કે શહેનશાહની સહી હોય અગર સાક્ષી તરીકેની સહી હોય તે તે યાદગાર અને કિંમતી દસ્તાવેજ ગણાય. સોનું અને પિત્તલને સમાન ભાવ કેમ ગણાય?
અમારા એકરારમાં અરિહંત સિદ્ધને સાક્ષીમાં લીધા છે. અરિહંત સિદ્ધ સાધુ અને “દેવ સખિઅં” બોલીએ છીએ. આ બધા સાક્ષીમાં રાખીને કયે દસ્તાવેજ કર્યો છે. એ દસ્તાવેજ કર્યો કે–આ જૈન શાસન ત્યાગમય શાસન નિગ્રંથપ્રવચન તે જ અર્થ, પરમાર્થ, બાકીના બધા પદાર્થો જુલ્મગાર. નિગ્રંથ પ્રવચનને અર્થ ગચ્છે એટલે પૈસા