________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૩પ શકતું નથી. પણ બીજા તરીકે હોય ત્યાં કહેશે પણ પિતા તરીકે નહિ કહે કે-“હાથી પાછળ કુતરા ઘણા ભશે છે” એમ બીજે મનુષ્ય ધારે તો વ્યાજબી હતું પણ પિતા માટે આ વાક્ય વ્યાજબી ન હતું. બેઈમાની એટલી બધી વધી ગઈ છે કે-જગતમાં જે વસ્તુ કલ્યાણ માટે કેળવાએલી તે અકલ્યાણ માટે કેળવે છે. આજે આબરૂદાર સજજનને પેલાના બાલવાથી નુકશાન નથી. બીજાને કુતરા ઠરાવવાનું વાક્ય નથી. અહીં પ્રજને ચાહે જેવી દૂજનતા કરી હોય તે પણ સજજને એમ જ ધ્યાન રાખવાનું કે–આગમાં બચવાની આશા હતી જ નહિં છતાં બે પૂળી ગઈને બાકીની બચી ગઈ. તે આ આત્મશત્રુ બોલીને બેસી રહે છે તે જ ઉત્તમ. આક્રોશ કરે ત્યારે હ નથી અને હણે-મારે ત્યારે વિચારવું કે મારી નાખ્યા તે નથી ને? આ તે પાંચ દહાડે દશ દહાડે રૂઝાશે, મારી તે નાખતું નથી ને? મારી નાખે છે ત્યારે એમ વિચારે કેમારા જડ જીવનને નુકશાન કરે છે પણ જીવ જીવનરૂપ ધર્મને તે નુકશાન કરતા નથી ને? આત્મશત્રુ પણ જીવ જીવનરૂપ ધર્મને તે નાશ કરી શકે નહિં. સ્વપ્નાની મુખલડી અને ભવની ભવાઈ
ધર્મ ચીજ લીધી લેવાતી નથી, આપી અપાતી નથી, નાશ કરવા ધારીએ તો નાશ કરાતી નથી. આવી ચીજ જે ધર્મ. તેની કિંમત કરવાની શી જરૂર? ધર્મ એ કિંમત વગરને પદાર્થ છતાં અર્ધી ધર્મની કિંમત સમજવાનું કહે છે. કિંમત એટલે પૈસાથી રૂપીઆથી મારાથી જે હિસાબ થાય તે જ કિંમત, તેમ અહીં નથી. અહીં જેમ જેમ વધારે ઉપગીતા તેમ તેમ વધારે કિંમત. જગતમાં જીવની કિંમત નથી ગણી પણ બધી વસ્તુ કરતાં જીવની અત્યંત ઉપયોગીતા ગણાઈ છે. તેવી રીતે ધર્મ પણ અત્યંત ઉપયોગી ગણે છે. જગતની જે જે ચીજે એ બધી ચીજો સુપનાની સુખલડી છે. જેમ સુખલડી દેખીએ, રાજી થઈએ, લઈએ, દાભડામાં ભરીએ, ખાઈએ રાજી થઈએ પણ આંખ ઉઘડે ત્યાં કાંઈ નહિં. સ્વપ્નાની સુખલડીનું સુખ સ્વપ્ન રહે ત્યાં સુધી. સ્વપ્ન પૂરું થયા પછી તેનું સુખ કેઈએ દેખ્યું નહિં. તેવી રીતે અહી. આહાર શરીર ઈદ્રિય વિષય તેના સાધનનું સુખ એ પણ ભવની ભવાઈ, તે પણ રહે ત્યાં સુધી. ભવની ભવાઈ પૂરી થાય પછી આમાંથી કયું સુખ ભવાઈ ભાંગી પછી કંઈ નહિં, સ્વપ્નાની સુખલડીમાં અંજાએલો તે પણ