________________
૨૯૪
પ્રવચન ૮૪ મું જગો પર વ્યક્તિને બહિષ્કૃત ગણી એટલે તે તરફ માન બહુમાનાદિક કંઈ કર્યું નથી. એટલે એ જાળવાળા સાધુને વંદના નમસ્કાર કંઈ પણ ન કર્યું. દૂષિત વ્યક્તિને આદરસત્કારથી લેવી તેમ રાખ્યું જ નથી. શ્રેણિક પૂછે છે કે તું કેણું છે? તે કહે કે સાધુ. આ શું? તેના. જવાબમાં કહે છે કે બધા સાધુઓ એમ કરે છે. એક ગુનેગાર વ્યક્તિ એ બીજા નિર્ગુનેગાર સર્વને ગુનેગાર ગણાવે છે અને એવું ગણવે કેણ? શ્રદ્ધાનું મીંડું હોય તે. ગુનેગારના કહેવાથી નિગુનેગારને ગુનેગાર ગણવા તે કેવું ગણાય? આ ન્યાય ગણ કેહિન્દુસ્તાનને એક માણસ બદમાશ નીકલ્યા અને બીજાઓ કહે ત્યારે કહે કે હિન્દુસ્તાનના સમગ્ર લેક મારા જેવા છે. એમ કહે તે માનવું ખરું ને? જ્યારે તમારા ઘરમાં. દુનિયામાં, કાયદામાં એક વ્યકિતના દોષથી આખી જાતિ દૂષિત કરાતી નથી. એક માણસની બદમાશીથી આખા. શાસનને કેમ વગેવાય? આથી શ્રેણિકે કહ્યું કે–તારા જેવા બેનશીબ ત્રણ રત્ન પામી હારી જવાવાળાના વચન ઉપર ભરોશે કેમ મૂકાય ? અરે હું પવિત્ર પુરુષને કલંકિત કેમ ગણું ? શ્રેણિક આગળ આવ્યા, પેલે વેષ ધારી સાધુ કે જે દેવ હતા તે અદશ્ય થયો. જ્યાં જનાનાની. પાસે આવે છે, મહેલમાં પેસતાં ગર્ભવાળી સાધ્વી મળી. છેલલામાં છેલલી. હદ છે ને? શ્રેણિકે મેંઢ પૂછયું. પેલી સાધ્વી નથી પણ દેવતાએ બનાવટી વેશ પહેર્યો છે. શ્રેણિક પિતે પૂછે છે કે આ શું? જવાબમાં સાધ્વી કહે છે કે–ચંદનબાળાને મૃગાવતી બધી એવી છે. આજકાલના. સ્ટેટમેન્ટ લેવામાં રસ લેનારાઓ યાદ રાખજો કે–ષી માણસે સ્ટેટમેન્ટમાં શું ન લખાવે? બધું લખાવે. શ્રેણિક કહે છે કે “તારા, પાપના ઉદયે તું અધમ રસ્તે જાય છે. આ જેટલું ખરાબ નથી. તેના કરતાં પવિત્ર પુરુષોને હલકા ગણાવવા તે કંઈકગણું ખરાબ છે.” અંતે શ્રેણિક મહારાજા પોતે તેને બીજા સ્થાનમાં લઈ ગયા. જ્યાં એકાંત છે. કોઈ આવે નહિ, એનું સુવાવડનું કામ શ્રેણિકે જાતે કર્યું. ભેખને આધારે અહીં માન્યતા નથી પણ એક જ મુદ્દો-વ્યક્તિને કાઢી. નાખો પણ વ્યક્તિના દેથી જાતિને દૂષિત ન ગણે. જાતે બધું કામ કર્યું. દયાણીનું રસોઈનું કાર્ય પણ જાતે કામ કર્યું. શ્રેણિક મહારાજ કઈ સ્થિતિમાં આ બધું કરતા હશે? જ્યારે દેવતાઓ દેખ્યું કે-આટલું જાળવવું પડે છે, કરવું પડે છે, મુશ્કેલી છે. છતાં વ્યક્તિની અધમતા ઉપરથી જાતિ ઉપર જ નથી, ને શાસનની અરૂચિ થતી નથી. અંતે