________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણ–વિભાગ બીજો
૩૦૩
નીકલીએ ત્યારે શું થાય છે? ધમની કિંમત એક પતાસા જેટલી પણ આત્મા હજુ સમજ્યો નથી. અમે ધર્મ પમાડવા શ્રોતાઓને લાવીએ, પતાસા વહેંચીયે છીએ ને તમે ધર્મ સમજયા નથી–એમ કેમ કહો છે? તમે પ્રભાવના પતાસાં અને નાળીયેરની કરે છે તેની ના નથી પણ એ બાહ્યાવર્તનને કારણે મૂકે. આત્માના અનુભવમાં આવે. એક પતાસુ ખાતી વખત આત્મા ને કેટલી અસર ? પતાસાંએ જે અસર કરી હોય તે પછી સામાયિક કરતા હે, ભણતા હે, પિષધ કરતા હે કે પ્રભાવના કરતા હો તે વખત થતા આનંદને બીજી બાજુ મૂકે. અને આનંદને બુદ્ધિથી તપાસો. એક પતાસે તમારા આત્માના બહોતેર કોણમાં દીવા કર્યા, તે સામાયિક પ્રતિક્રમણ પૂજા પ્રભાવનાથી તે આનંદ થાય છે? સામાયિકાદિ કરતાં ચાર જગ પર પાંચ પતાસાં મલે તો કેટલી દેડધામ અને કેટલે આનંદ થાય છે? તેવી રીતે બે સામાયક થયા તે તેટલે આનંદ થયો? પ્રતિક્રમણ કરીને ઉઠે તે વખતે તમારી દોડાદોડમાં છોકરાની રાડ પણ સાંભળે નહિં અને છોકરો ચગદાઈ જાય તો પછી તમે સાંભળે નહિ. પ્રતિક્રમણમાંથી ઉઠતી વખત કઈ દશા હોય? કેદીને કેદમાંથી છોડે તે વખત એટલે જેરમાં પગ ન હોય તે કરતાં વધારે જોરવાળે પગ અને વધારે જેસ તમારામાં હોય છે. આશ્રવના અગ્નિમાં જવાની ઉતાવળ કેમ?
સંવરમાંથી આસવમાં જઈએ છીએ-એવું વિચારો તે તે વખતે તમારે પગ જરૂર ખચકાય. તમારા કાળજાને પૂછો કે વિચાર કરવાની જગએ વિચાર કર્યો નથી. ઉપમા ખરાબ લાગે તો આત્મામાં વિચાર કરજે. એ મારી ખરાબ ઉપમાથી ચમકેલા કયારે કહેવાશે? જ્યારે તમે તમારામાં સુધારો કરશે ત્યારે જ. વાડામાં કૂતરા પૂરેલા હોય ને બારણું ખુલ્લું થઈ જાય ત્યારે કેવા નાસંનારી પડાપડી કરે છે. જ્યાં પડિકમણું પૂરું થયું એટલે ઈરિયાવહી જુદી, ચઉક્કસાય જુદા, આદેશ દરેક જણ જુદા જુદા માંગે અને બધા જુદી સામાયિક પારવા મંડશે. અઢી કલાક ત્રણ કલાક તમે પડિકમણુમાં બેઠા, જેના છેવટમાં બે પાંચ મિનિટમાં આ બધી ધમાધમ શી? કોણે તે વખત વિચાર્યું કે સંવરમાંથી આસવમાં જવું પડે છે. આસવગણે પકડે છે અને સંવર છેડવો પડે છે એ વિચાર્યું? શાનો વિચાર આવે? કારણ સંવરના રૂપે