________________
૩૦૨
પ્રવચન ૮૫ મું
આત્માનું તપાસવું નથી, મનુષ્યભવ આર્યક્ષેત્ર, ઉત્મકુળજાતિ, દેવગુરુની જોગવાઈ ધર્મશ્રવણ વિગેરે પામ્યા છતાં ઘરના વાસ્તવિક છોકરાને સંભારી શકતા નથી. કદી સંભારીએ છીએ તે લોક-લજજા એ, બહારના મનુષ્ય વેવાઈ પણ આવ્યા હોય તેવી રીતે ઘરના છોકરાને જાળવી શતા નથી. દહેરે ઉપાશ્રયે જઈએ, ધમકથા સાંભલીએ પણ જ્યાં ઘરે ગયા એકાંત થઈ એટલે પાછા હતા એના એજ. “ઉપાધ્યાયને આટો” એ નાસ્તિકનો શબ્દ છે. જેણે ઘરના છોકરા કરતાં ઉપાધ્યાયને ઓછા ગણ્યા હોય તેના જ આ શબ્દ. બીજે તે અનુમોદના કરે. આ વાક્ય તિરસ્કારમાં કેણ વાપરે? જેઓ ઉપાધ્યાયની કિંમત ઘરના છોકરા કરતાં હલકી ગણનારાઓને બધું બોલવું પાલવે. ધમને તે પાલવે નહિં. છોકરા તો કુતરીના ભવમાં ગાય ભેંસના અવતારમાં મળે છે, પણ ઉપાધ્યાય મળતા નથી. તો દુર્લભ કઈ ચીજ ? ઉપાધ્યાય કે છોકરા ? ઉપાધ્યાય દૂર્લભ ગણતા હોય તે આવા હલકા શબ્દો બોલે જ નહિં. જે સમજતા હોય કે ઘરના છોકરા એટલે ખાસડા મારીને માલખાનારા. કોટે ચડેલા બાપ-દીકરાને દેખીએ છીએ કે મારો હક છે. ન શું આપે? ખાસડા મારીને લઊં. ખાસડા મારી ખંખેરનારની રાતદિવસ બરદાસ ઉઠાવે છો અને ખાસડાના મારમાંથી બચાવનારાની સામે ડેળા ઘુરકા છો, તે તમને શોભતું નથી. એક પતાસા જેટલી પણ ધર્મની કિંમત સમજાઈ નથી.
કષ્ટ વેઠીને ભણ્યા, શાસ્ત્રનું રહસ્ય સમજ્યા અને જેઓ ઉપાધ્યાય પદવીએ આવ્યા હોય તે આવીને ઉપગાર કરે છે. કષ્ટ વેઠું તેમણે અને ફાયદે લઈએ આપણે. આપણે કષ્ટ વેઠીને એકઠું કરેલું ને ફાયદા મેળવનારા છોકરા. તે જેઓ ધર્મ શ્રદ્ધા વગરના પરમેષ્ઠિના ઉપકારને નહિ સમજનારા ને છોકરા જ જાણે હંમેશાં જેડે આવનારા ને ભવસમુદ્રથી તારનારા ધારતા હોય, જેમના મતે દેવ ગુરૂ ધર્મ એ કશી ચીજ નથી. ચીજ માત્ર બાયડી છોકરા જ છે. તેઓ જ “ઘરના છોકરા ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો” આ વાક્ય બોલી શકે છે. પણ ખરું વાક્ય લ્યો કે જે દરેક ભવે કર્યું છે, હજુ પણ આટલું સાંભળ્યા છતાં એને એજ કરીએ છીએ. પાંચ ઇન્દ્રિયોની ને છઠ્ઠી આબરૂની ઉપાધિ વળગેલી છે, તેમાં આખું જીવન ગાળીએ છીએ. આટલી લાયકાત આ ભવમાં છતાં આટલું માલમ પડવા છતાં દહેરા ઉપાશ્રયમાંથી