________________
૩૦૬
પ્રવચન ૮૫ મું
તે માટે પુરુષાર્થ. સુખ પણ પુરુષાર્થવાળા જ ભેગવે છે. આ ઉપરથી એક જ વાત સાબિત કરી છે કે જગતમાં દરેક જીવો પુરુષાતન ફેરવે છે. તે પુરુષાતન ફેરવનારા તેમાંથી શું મેળવવા માગે છે તે તપાસે. બે વર્ગ, એક ધમ અને એક ધમહીન વર્ગ. ધર્મીવર્ગ એ આત્માના સુખને મેળવવા માગે છે, તેના સાધન તરીકે ધર્મમાં પુરુષાતન ફોરેવે છે અને બીજો ધર્મ હીન વર્ગ. ઇન્દ્રિયના સુખ માગે છે અને તે મેળવવા પૈસા માટે પુરુષાતન ફેરવે છે. એક ધર્મીવર્ગનું પૌગલિક સુખ અને ધર્મવાળા બીજા વર્ગનું આત્માનું સુખ--અનુભવનું જે મેક્ષ સુખ તેને સાધવા માટે જે પ્રવૃત્તિ અને ધર્મ-સાધના કરે છે તે પૌગલિક સુખના સાધને અને તે રૂપ પ્રવૃત્તિ તે અર્થ જગતના જીવ માત્રની, પછી ચાહે તે એકેન્દ્રિય, પંચેન્દ્રિય ચાહે તિર્યંચ મનુષ્ય નારકી. આ ચાર વર્ગ સિવાય કઈ જીવ નથી. ત્રણ વર્ગ કેણે અને કેમ કહ્યા?
આખા જગતની ઈચ્છા તેનું ચાર વર્ગો દ્વારા એ વર્ગીકરણ કર્યું. તેમાં દુનિયાદારીના જીવે મેક્ષ સમજે નહિ. કેળી કાછીયા ધર્મ પણ નશીબ શબ્દથી સમજે, તેમ ધર્મ નશીબના કારણ તરીકે સમજે. મોક્ષના કારણ તરીકે સમજે જ નહિ. ધર્મની શ્રેષ્ઠતા જણાવવી હોય ? ત્યારે ત્રણ વર્ગ ગણાવે છે અને તેથી આ લોક ત્રિસંસાધન મંતરે પશોવિવિંદું તનય | શ્રીસેમપ્રભાચાર્ય મહારાજે જણાવ્યો. જેઓ શાસ્ત્રને ન સમજતા હોય તેઓ આ કાવ્યને જેન કાવ્ય તરીકે ઓળખાવે છે. જે શાસ્ત્ર ન સમજે તે જ આ કાવ્યને જૈન કાવ્ય તરીકે કહે છે. સિરપ્રકરણમાંથી સોમપ્રભાચાર્ય મહારાજ કાવ્ય જણાવે છે અને તમે જેન કાવ્ય તરીકે નથી એમ કેમ કહે છે? આખો લેક વિચારશે તે માલમ પડશે કે-આ જૈન કાવ્ય તરીકે નથી. ધર્મનું પોષણ કરવું હોય તેમાં આ તે માત્ર દાખલે લીધેલ છે. અભયદાનનું પોષણ કરતાં મનુસ્મૃતિને દાખલે લેવાય છે. જે મનુષ્ય અભયદાન આપે તેને જીવોને ભય ન થાય, આ નિયમ કર્મ બંધનની થીયરીમાંના સિદ્ધાંતરૂપે નથી અને તેથી જ આત્માને કેવી રીતે કર્મ લાગે છે. તે થીયરીમાં “મનુ” ગયા નથી. માત્ર અભયદાનનું ફળ બીજા ભવમાં આપણને ભય લાગે નહિં, આટલું માની બેસી રહીએ ખરા? અભયદાન એ આત્માને ગુણ, પ્રત્યાખ્યાનની ચેકડી ચૂરી જવા માત્રથી સર્વથા