________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
ર૯૭
લેહી ઉના થતા નથી. લેહી ઉના ક્યાં છે? શાસનના કામને જમીન
સ્ત કરવામાં. શાસન પ્રેમી કરતા હોય તે વખતે તેમને હતાશ કરવામાં લોહી ઉના છે. અહીં લાલબાગમાં ખાસડા ઉડાવનારાઓ શાંતિનાથજી કેમ ન ઉભા રહ્યા? યુવકેના ઉના લેહી શાસનની શત્રુતા બતાવવામાં છે. હવે આગળ યુવકનું અને સોસાયટીનું સરવૈયું પંદર દિવસ પહેલાં મેં માગ્યું હતું. ત્રણ વરસથી સોસાયટી યુવકોના સરવૈયા કાઢી જોયા? કાઢવાની જરૂરીયાત નથી. જગ જાહેર છે. યુવકોને મુદ્રા લેખ કયો? કે દેશની કોમની સેવા કરવી ને સામાજિક ઉન્નતિ દ્વારાએ ધાર્મિક ઉન્નતિ કરવી. એમાં વિચારીએ કે–દેશના નેતા તરીકેનું સ્થાન બે પક્ષ ગણાતા ન હતા તેની પહેલાં કઈ જગોએ હતું અને અત્યારે કઈ જગાએ આવ્યું છે. અત્યારે જે યુવકો દેશ નેતા પાસે જાય છે. તેને કોમના આગેવાન તરીકે ગણે છે? નાજી (સભામાંથી) કોમના આગેવાન નથી ગણતા, પણ પક્ષના આગેવાન ગણે છે. દેશસેવાનું પગથીયું જે -ત્રણ વરસ પહેલાં હતું અને આજે છે તે વિચારે? કમ સેવા કઈ કરી અને ખરો કર્યો કર્યો? એક પણ કેળવણીની સંસ્થાને અંગે ત્રણ વરસમાં કેળવણીને લાભ ક લીધો અને કેટલી સંસ્થાને મદદ મળી અને તે મદદ દ્વારાએ કર્યો લાભ કેમ અને દેશે લીધે? તમારા ત્રણે વરસના જાહેર ઉદ્દેશનું સરવૈયું તપાસો. હવે જાહેર નિવેદનનું સરવૈયું તપાસ્યા પછી ખાનગી ઉદ્દેશ તપાસીએ. શાસનેન્નતિના પરસ્પરના પ્રયત્ન
ઉજમણું, ઉપધાન, દીક્ષા અટકાવવી એ યુવકનો ખાનગી ઉદ્દેશ. એમાં પણ ઉજમણા, ઉપધાન, વરઘોડા, સાધમકવાત્સલ્યો અને દક્ષાઓ ઠેકાણે ઠેકાણે થઈ. બલકે જે ચર્ચાવનારી દીક્ષા ત્રણ વરસમાં બની છે એવી ત્રણ કે પાંચ વરસમાં પહેલાંના કાળમાં બની ન હતી. સ્પષ્ટપણે સરવૈયામાં દેવું નીકળે છે. ઘરનાં નાણાંનું નખાદ વળે છે, છતાં તે દુકાન ધકેલી રાખવા માગે તેના જેવો નિર્વિચારી અને નિર્વિવેકી બેવકૂફ કોણ? શાસનપક્ષના સિદ્ધાંતમાં આવીએ. તેણે ઉદેશ કયા રાખ્યા? પંચાંગી તેને અનુસરતા શાસ્ત્રો-પ્રણાલિકા માનવી અને તે માનવામાં કઈ જાતનો આંચકે હજુ સુધી આવ્યો નથી. શાસનની ઉન્નતિ માટે દરેક વખત બનતી શકિતએ પોતાના પ્રયત્નો કર્યા જ છે. દેશવિરતિ જે કરે તેમાં નવપદવાબને લાગો. દેશવિરતિ