________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ બીજો
૨૯૯
અને બચાવ કરવા અને વર્ષ બમણા કરવા. તમારા માટે આ બે જ કાય છે. શાસનની સેવાની ભાવના–જેમને શાસનની સેવાની ભાવના છે. ચાહે તે નામ લખાવેલું હોય કે ન લખાવેલું હોય પણ જેઓ આત્માને ઉન્નતિવાળો કરે છે અને પોતાને હિસ્સો મુંગે મેં પણ આપે છે કે જેને અંગે શાસન પક્ષે આજે પિતાનું સરવૈયું બમણું કરી નાખ્યું.
શાસન સેવા અને શાસન ઉપર આવતા હલ્લા રોકવા
હવે એક વાત ધ્યાનમાં રાખવાની કે એક હજારના માલમાં પાંચ હજારને નફો કર્યો તો બીજી વખત દશ હજારનો માલ લાવે.. વેપારી લાભ ઉપર લાભ પામતો હોય તે તે ઝાલ્યો રહે નહિં. લશ્કર એક કિલે છતે બીજે જીતે અને ત્રીજો જીતવાનો વખત આવે. કર્નલ હુકમ કરે તે લશ્કર ઝંપે નહિં. તે તેવી રીતે જેઓ શાસનની. સેવાવાળા હોય તેને ઉપરના દષ્ટાંતથી આત્માને વધુ મજબૂત કરે. જોઈએ છે, પછી ધ્યાન રાખજો કે ઇંદોરમાં સદાશીવરાવે ગફલત કરી. તેનું પરિણામ હિન્દુસ્તાન આખું ગુલામીમાં ગયું, ઝાંસીની રાણી મહાલક્ષ્મીની શિખામણ પ્રમાણે ન માન્યું તો હિન્દુસ્તાનને ગુલામીમાં રહેવું પડયું. તેવી રીતે તમે ધ્યાન રાખજો કે-તમે ઇંદર સુધી આવી. ગયા છે. જે સાહયબીમાં, બાહ્યક્રિયામાં, ભોજનમાં અને લાલચમાં પડી ગયા તે ઈંદરમાંથી અલેપ થશે. ખરૂં શૂરાતન ખરી સેવાનું ફળ હજુ આગળ છે. જ્યાં સુધી શાસનશત્રુ શાસનપ્રેમી ન બને ત્યાં સુધી તમારે ઝંપીને બેસવાનો વખત નથી. જ્યારે કોઈ પણ વિધી ન રહે. ત્યારે તમારે હલાથી નીચે બેસવાનું. સેવાનું ક્ષેત્ર તો ધીમે ધીમે વધવાનું છે. અત્યારે તપસ્વીઓ, ત્યાગીઓનું ક્ષેત્ર વધેલું જ છે. તેમાં તો તમારે વિરામ પામવાનો છે જ નહિ. જે જે શાસનના કાર્ય કરનારાઓ છે, તેને તે ચતુર્વિધ સંઘની સેવા પ્રતિદીન કરવાની જ છે. દરેકે નોંધ બુક રાખીને નેધ લેવી કે–આવતા હલા કયા ઠાર્યા ને કયા હલ્લામાં ભંગાણ પાડી શાસન ભક્ત કેટલા બનાવ્યા ? તમારા ઘરબાર બાડી છોકરા વિગેરે તમારા આત્માનું કલ્યાણ કસ્બાસ નથી. તમારા. માટે આ બે જ છે. ૧-શાસનની સેવા ને ૨-જુ આવતા હલાઓથી. શાસનનું રક્ષણ કરવું તે. છે.