________________
ર૭૨
પ્રવચન
આજ્ઞાની શાસ્ત્રોની જરૂર નહિં. એ ક્યારે ? જ્યારે પોતે કેવળી બને ત્યારે. પણ ધ્યાન રાખવું કે તરતાં જેને આવડેલું છે, તેને ઘડા વગર, હડી વગર અથવા હાથના અવલંબન વગર તરત દેખીને તરવાનું નહિં શીખેલો તે પાણીમાં પડતું મેલે તેનું પરિણામ શું આવે? જેઓ કેવળજ્ઞાનીના અધિકાર દેખીને તેમની સ્વતંત્ર પ્રવૃત્તિ દેખીને જે સ્વતંત્ર પ્રવૃત્તિ કરવા માંગે, આલંબનના વ્યવહારને ઓળંગીને, પ્રવૃત્તિ દેખીને પિતે પ્રવૃત્તિ કરવા માંડે અને પોતે જે આગમના હકમ વગર પ્રવૃત્તિ કરવા માંગે છે તેમની દશા શી થાય ? આ વાતથી આપણે એક વાત સમજવાની રહે છે. કેવળીએ કરેલું આપણે કવું નહિં. એમ નક્કી થયું ને? કેવળી અાગમના વચન વગર બીજાના ઉપદેશ વગર પ્રવૃત્તિ કરી શકે, પણ આપણે તેવા જ્ઞાનાવરણયના ક્ષયવાળા નહીં હોવાથી તેમ પ્રવૃત્તિ કરી શકીએ નહિં, માટે કેવળીએ કર્યું તેમ આપણે કરાય નહિં, પણ કહ્યું તેમજ આપણે કરવાનું, સામાન્યથી આ વાત માનવામાં કઈ અડચણ નથી. જિનેશ્વરે જે આગમમાં જણાવેલું છે તે પ્રમાણે દરેક ભવ્યજીવે કરવું, તેમાં કોઈ જાતની અડચણ નથી, પણ આ કહેનારે એક વાત ધ્યાનમાં રાખવી કે આગમ માનતા કેવળી મહારાજનું વર્તન આગમોથી વિરૂધ્ધ હોય કે નહિ? આપણે એના કહ્યા પ્રમાણે કરવું ને કર્યા પ્રમાણે ન કરવું તે તેમની કરણીને કથનીમાં શું ફેર હતું ?
તે આ બે ભેદ પાડવાની જરૂર નથી. કેવળ તીર્થકર કહે તેમ કરવું પણ કરે તેમ ન કરવું. તેમની કહેણી ને રહેણીમાં ફરક ન હોય તે આ ભેદ પાડવાની કંઈ જરૂર નથી. કટીનું કેઈપણ પડખું ત્ય તે પડખે પરીક્ષા થઈ શકે છે. ઉપરાં ને નીચલું બને પાસા બરાબર છે. તે પછી ચેકસીને કહેવાની જરૂર નથી કે ઉપરલા પાસાથી પરીક્ષા કરી લે, નીચલે પાસે સોનાની પરીક્ષા કરીશ નહિં, તે કયારે કહેવું પડે? જયારે બને પાસામાં ફરક હોય તે, ફરક ન હોય તે ચોકસીને ઉપર લે નીચલે પાસે બેમાંથી એક પાસે તપાસી લે. એવી રીતે જિનેશ્વરની કહેણીને રહેણીમાં કાંઈ ફરક હોવો જોઈએ. જે ફરક ન હોય તો એવું કેમ બેલી શકો કે, કહે તે કરવાનું કરે તે ન કરવાનું. જગતમાં જૈન શાસન ને ઈતર શાસનમાં ફરક જ આટલો. ઈતર શાસનમાં નિયમ કરવામાં આવ્યો છે કે, પરમેશ્વર કહે તે કરવાનું, કરે તેમ ન કરવાનું, મોટા મનુષ્ય કહે તે જ કરવું, કરે તેમ ન કરવું. દાખલ દે છે કે,