________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
ર૭૧ ગુણી હોય છે. એ બિચારી કામ વિકારમાં આવી વ્યાપેલી, જ્યાં સવારમાં ઉઠે દેરે જઈને કંઈક કલ્યાણની ભાવના રાખે ત્યાં તમારા દેવની મૂર્તિ એવી રાખી છે કે કામની કામણગારી હવા ત્યાં પણ નીકળે, ત્યાં સ્ત્રી કામને છેડે નહિં. શ્વેતાંબરની સામા થવું એટલે મૂર્તિને લિંગ ન હોય તે પણ જોડી દેવું. પલ્યકાંસને બેસનારને પેડુ સુધી હાથ જવાને વખત હોય જ નહિં. પલ્યકાસને પણ લિંગનું ચિન્હ, ઉઘાડી કાઉસ્સગ્ગ ધ્યાનની પ્રતિમાઓ કેવી સ્થિતિમાં ચિન્હવાલી છે? આ ચિન્હ દષ્ટિમાં દેખનારી બાઈ અહીં કઈ રીતે કલ્યાણની ભાવનામાં આવે? દેશમાં કામવિકારમાં કેહવાતી,ગુરુ પાસે આવે ત્યાં પણ એજ દશા દેવ–ગુરુ પાસે એજ દશા તો કલ્યાણ કરવાને વખત કો? ઘરમાં દેરામાં ઉપાશ્રયમાં આ દશા તે એ બિચારી તરે શી રીતે ? તો તમે સ્ત્રીને કોઈ રીતે મોક્ષ ન માને તેમાં કોઈ પણ રીતે આશ્ચર્ય નથી. આ શું ? સમાધાનમાં કલ્પનાના ઘોડાની સ્વારી, તેવી રીતે મટુકને મહાવીર કહે છે કે કલ્પના અસંગત હોય તે અનંતા ગણધરની તિર્થંકરોની કેવળીની તકેવળીઓની અને પૂર્વધરે વિગેરેની આશાતના કરનારે થાય. પોતાની શ્રદ્ધાની શ્રેષ્ઠતા જણાવવા જે ક૯યના ખડી કરે તે કેવળીની આશાતના થાય. એમના કથન સિવાય કલ્પનાના ઘેડા દેડાવવાની તમને છૂટ નથી. તેથી કેવળી રિસીવરના તાબામાં કેમ રહેવાનું? રાજ્યની આબાદી માટે અધિકારીના તાબામાં રહેવું જોઈએ. આ ઉપરથી સિદ્ધ કર્યું કે લોકદષ્ટિએ, કાયદાદષ્ટિએ અને શાસ્ત્ર પ્રમાણે કેવળીની આજ્ઞામાં રહેવાનું છે. હવે કિંમત સમજી તે ધર્મના ભેદ ભેદાંતર અને ફળ કેવી રીતે કહેવાશે તે અધિકાર અગે વર્તમાન.
પ્રવચન ૮૩ મું
સંવત ૧૯૮૮ શ્રાવણ સુદી ૧૩ રવિવાર કરણ અને કથનીની સમાનતા
શાસકાર મહારાજા પ્રથમ સૂચવી ગયા છે, જે શરીર ઉપરનો મગજ ઉપરનો કાબૂ ખોઈ દે છે, તેને કાયાથી જયાં સુધી આ જીવ કેવળી ન થાય ત્યાં સુધી ઉપદેશને આધીન જ વર્તવું પડે. ઉપદેશની,