________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૨૭૩
મહાદેવ નાગા ફરે, રાખોડે ચોળીને ફરે તે કઈ દશા? અથવા કણુજીએ જેવી રીતે દહીંના મટકા ફેડી ગોપીને પહેરવાનાં લૂગડાં ઉઠાવ્યા તે વસ્તુને તેઓ સારી ગણે છે. જયારે જૈન દર્શનમાં સ્તુતિ કેને અંગે ? તેના વર્તનને અંગે જિનેશ્વરની સ્તુતિ. તે શરીરના ૧૦૮ ગુણે એમનું વર્તન પરિષહ સહન, ઉપસર્ગ સહન કર્યા તે ગુણ જે કેવળ આદિક ગુણે. આ વડે જ ભગવાનની સ્તુતિ કરવાની છે. જૂના કાળના સ્તવન ને નવી રૂઢીના સ્તવનો. જૂના કાળના સ્તવનમાં નાટકીયા રાગ ભલે ન હોય પણ તીર્થંકરના કેવળ જ્ઞાનાદિક ગુણ આત્મ સ્વરૂપ જે દેખાડવામાં આવ્યા છે તે હાલના સ્તવમાં પ્રાયઃ નથી. જૈનતર દેવોની સ્તુતિમાં ઝેર ભરેલાં છે
નાટકીયા ૨ગથી ભલે દેરાઈ જતા હો પણ હાલના સ્તવનમાં ભાવ પૂજાની જડે, તે તો નામે પણ નહીં હોય. જૈન શાસનની સ્થિતિ પ્રમાણે આત્માના ગુણ દ્વારા એજ સ્તુતિ કરવાની હોય છે. અન્યમતમાં નથી શરીરના અને આત્માના ગુણે. ત્યારે સ્તુતિ કયાંથી કરવી ? ભવઈયાઓ બેલી ન જાણે ને જેમ તેમ બેલે. રાધાજીને કાને બે ઝાલ ઝબૂકે મૂળ લીટી છે અને ભવઈયાઓ શું બોલે છે તે જુઓ “રાધાજીને કાનજી બે ઝાલર ભૂકે” આવી રીતે બિચારા અજ્ઞાની કંઈને શબ્દ કંઈ ગોઠવી દે તો અજ્ઞાન તરીકે માફી અપાય, પણ હું અજ્ઞાની માટે નથી કહેતો, પણ આકાશમાં દેખનારા વૈયાકરણી માટે પણ કહેતો નથી. ન્યાય ભણેલા છતાં કૃષ્ણની સ્તુતિ કરતાં શું બેલે છે? એવા સ્તુતિ કરતાં કહે છે કે :
नूतनजलधररुचये, गोपवधूटीदुकूलचौराय ।
तस्मै कृष्णाय नमः, संसारमहीरुहस्य बीजाय ।। નવા વરસાદની સરખી શ્યામ છે કાન્તિ જેની એવા કૃષ્ણજી આટલે સુધી ઠીક છે, પણ આગળ ગોવાલણોના પહેરવાના વસ્ત્રને ચોરનાર એવા કૃષ્ણને નમસ્કાર કરું છું. એમ વૈશેષિક ગ્રંથના પ્રણેતા વિશ્વનાથ ભટ્ટાચાર્ય તે પિતે બેલે છે, સ્તુતિમાં પોતાના પરમેશ્વરના ચેરીના ગુણ દ્વારા સ્તુતિ કરે છે. એવા પિતાને તૈયાયિક મનાવે છે. સ્તુતિ કરતાં ગોવાળીયાની સ્ત્રીઓ ઘરડીઓ નહિં પણ યુવાન નવોઢાઓ વછૂટી જુવાન