________________
પ્રવચન ૮૪ મું
ગાડામાં પડતું નથી. તેવી રીતે તીર્થની સ્થાપના સ્નાતક જ કરે. સ્નાતક સિવાય જગતમાં કેઈનું અનુકરણીય વૃત્તાંત ગણાય નહિ. એવા સ્નાતકેએ તીર્થ પ્રગટ કર્યું, પણ એ તીર્થ ચલાવવામાં મુખ્ય મહેનત કરી? તીર્થ ચાલવાનું શાથી? જવાબમાં કહેવું પડશે કેબકુશ અને કુશીળાથી. હવે વિચારે કે-તીર્થકર મહારાજાએ પિતાના કાળને અંગે જ શાસ્ત્રો કહ્યા હોય, આચારો કહ્યા હોય અને સર્વકાળને અંગે તીર્થ કહ્યું ન હોય, તો બકુશ કુશળથી શાસન રહેશે એવું કહેવાનો વખત આવતે જ નાહ. ત્રપાટ સુધી કેવળજ્ઞાન થયું છે. તે તે કાળને અંગે કેવળીઓને આધારે જ તીર્થ કહી શકત. આગામી કાળ જોઈને એને આધારે તીર્થ જણાવવું પડયું, તેથી એકવીસ હજાર વર્ષ સુધી જૈનશાસન રહેશે અને એ આ શાસ્ત્રોને આધારે જ રહેશે. શાસ્ત્રોનાં વચન હુકમ અને કથન સિવાય જે પ્રવૃત્તિ કરીએ તે બધી પ્રવૃત્તિ આજ્ઞા બાહ્ય છે. તે નુકશાન શું? નાગાને નુકશાનમાં કઈ વાંધો નથી. કારણ–નાગાને ક્લે બાવળીયે થયો. તે તે કહેશે કે–મારે છાંયડે થયો. આવા નાગાઓનું નખોદ થયું નથી. આજ્ઞા બાહ્ય પ્રવૃત્તિ કરે તે ભવ–સંસારની વૃદ્ધિ, જન્મમરણના ચક્કરના ચકા ખાવાનું જ ફળ આવે. પોતાની મતિકલ્પનાથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે આજ્ઞાબહાર છે. તે સંસારના ચક્કરને વધારે છે. બુદ્ધિને જમાને છે, રૂઢિવાદ નકામો છે. પોથાં એ પિથાં છે–એવું બોલનારા કઈ જગપર ઉભા રહેવાને લાયક થશે ? તે વિચારે. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી ખુલ્લા શબ્દમાં જણાવે છે કે–તમારી બુદ્ધિથી શાસ્ત્રનું ધ્યાન રાખ્યા સિવાયની પ્રવૃત્તિ આજ્ઞા બહારની પ્રવૃત્તિ, તે સંસારને વધારનારી થશે. આ જગોપર કેટલાક કહે છે કે–નરક નિદેશક ટોળી નિગોદ નિદેશક ટોળી એમ કહે છે. ચોર પકડનારી ટૂકડી આ વાત મશ્કરીમાં કોણ બોલે? ચારને સાગ્રીત હોય તેજ, તે સિવાય બીજો ચોર પકડનારી ટૂકડીની મશ્કરી કરી શકે જ નહિં. શાસ્ત્રોમાં કહેલા ફળ બતાવનાર મહાપુરૂષને નરક નિવેદના નિર્દેશકના નામથી મશ્કરી કેણ કરે? જે નરક નિગોદ કે સંસારના રસ્તે પ્રવર્તેલા હોય તે જ મશ્કરીમાં એ શબ્દો બોલે કે આ તો નરકે-નિગેદના પરવાના લખનારા છે.
આ ભવનિર્દેશક ટેળીના મેંબરને અંગે હરિભદ્રસૂરિજી જણાવે છે કે આજ્ઞાબા જે પ્રવૃત્તિઓ તે સંસારમાં રખડાવનારી છે, શાસન