________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૨૯૧ શત્રુઓની અપેક્ષાએ નરક નિર્દેશકના કમાંડર કેસ? શ્રીતીર્થકર શ્રીગણધર શ્રીહરિભદ્રસૂરિ વગેરે. પણ જેઓ શ્રદ્ધા શૂન્ય હેવાથી નરક નિગોદમાં રખડવાના કારણથી દૂર રહી શકતા નથી, તેવાને આજ બકવું પડે. પણ તે બવાદથી શ્રીહરિભદ્રસૂરિજી સરખા નેતા ડરી જવાના નથી. તેથી ખુલ્લા શબ્દોમાં કહે છે કે જે પોતાની બુદ્ધિથી પ્રવૃત્તિ કરશે તે સંસારને વધારનારી છે. આજ્ઞા બહાર પ્રવૃત્તિ છે. તેવી રીતે શાસન-ભકતોએ ધ્યાન રાખવાનું કે-તમારી એક્ટ પ્રવૃત્તિ શાસ્ત્રની બહારની હોવી ન જોઈએ. જે લોકો શાસનની શત્રુતા રાખ્યા પછી વિરૂદ્ધતાને અંગે જે કાંઈ કરશે તે તેને જરૂર ભોગવવું પરશે. પોતાની બુદ્ધિથી થતી પ્રવૃત્તિ સંસાર ફળને દેનારી છે. જિનમૂર્તિ કે મંદિર કરાવતી વખતે દ્રવ્ય શુદ્ધિની જરૂર . ભગવાન હરિભદ્રસૂરિએ જિનેશ્વરનું મંદિર પ્રતિમા બનાવવાના
અધિકારમાં જણાવ્યું કે પ્રથમ દ્રવ્ય શુદ્ધિ કરવી જોઈએ. પાપમય દ્રિવ્યની શુદ્ધિ કઈ ? દ્રવ્ય એટલે પરિગ્રહનો પિતા. પરિગ્રહ પાપ
સ્થાનક રૂપ દ્રવ્ય, તેની શુદ્ધિ શી ? પોતાના ચોપડા તપાસે, એમાં ચારીની વિશ્વાસઘાતની અન્યાયની રકમ આવી હોય તે તે દ્રવ્ય તેને મોકલી દે. આને દ્રવ્યની શુદ્ધિ કહે છે. પછી સંઘ ભેગો કરે. આ સંઘને ભેગો કરવાની વાત સાંભળીને ચમકશે નહિં. દેરૂં કરાવવું હોય મતિ ભરાવવી હોય તે સંધ ભેળો કર્યા સિવાય ન થાય, તેમ અહીં ચોકખું થાય છે. આ મૂર્તિ કે દેરાની રજાનો સંબંધ નથી. તો શા માટે સંઘ ભેળે કર્યો છે? સંઘ ભેળો કરીને તેમને જણાવે છે કે મારા દ્રવ્યમાં ચોરી જેવી, વિશ્વાસઘાત જેવી અન્યાયની રકમ રહી લાગી હતી તે તેમને મેં સેંપી દીધી છે. છતાં કઈ મારી જાણ બહાર રકમ રહી હોય તે લઈ જવી અને કદાચ રહી હશે તેનો લાભ તેને મળશે. ધર્મની સગવડ કરવી એ સંઘમાં સચવાય કે ધર્મને વંસ કરવો તે ? હવે અહીં બધા આગળ જણાવે છે કે–મારા દ્રવ્યની શુદ્ધિ મેં કરી છે. હવે મારી દષ્ટિ પ્રમાણે કેવળ આ મારૂં દ્રવ્ય છે. આમાં અજાણતા પણ કોઈન દ્રવ્ય રહી ગયું હોય તે તેને લાભ તેને થાઓ. પારકા દ્રવ્યથી હે લાભ માગતું નથી. અજાણે રહેલી રકમના અપરાધથી છૂટી જવા માટે આ સંઘ એકઠો કર્યો છે. આ ઉપરથી સમજી શકશો કે તીર્થકરના