________________
૨૮૮
પ્રવચન ૮૪ મું
પહેલાંથી માન્યો છે. એમને નિર્મળ થવાનું જ નથી. એમને નિર્મળતાના સાધનો રાખવાની જરૂર નથી. નિર્મળતા કરવાના સાધનભૂત વર્તન રાખવાની જરૂર નથી. જ્યારે નિમળતાનું સાધન કે વર્તન જિંદગીમાં ન કર્યું હોય તે તેમની મૂર્તિમાં નિર્મળતાનું સાધન કે વર્તન આવે શામાં? ફક્ત તીર્થકર ભગવાનમાં જ એ બે વસ્તુ આવે છે. તીર્થકરની પ્રતિમાના બે આસન જ કેમ?
અવતાર અને ઈશ્વર અને અન્ય મતવાળા માને છે. આ પણે પણ માનીએ છીએ. ફરક ક્યાં? આપણે અવતારમાંથી ઈશ્વર. કર્મમલીનતાની સાથે થએલા અવતારમાંથી ઈશ્વર માનીએ છીએ. તીર્થકરેએ અવતાર લીધો અને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના કરી, સાવદ્ય ત્યાગ કરી પરિષહાદિ સહન કરી આત્માની નિર્મળતા કરી. આપણે કર્મવાળામાંથી ઈશ્વરપણું મેળવવાનું અને બીજા મતવાળાઓમાં નિરંજન નિરાકાર જ્યોતિ સ્વરૂપ પરમપદના ધણીઓ જગતને ભલાની ખાતર અવતાર યે છે. આથી તેઓ ઈશ્વરમાંથી અવતાર માને છે. આપણે મહીનમાંથી નિર્મળ દશાએ થાય તેને પરમેશ્વર માનીએ છીએ. તેઓ નિર્મળમાંથી મલીન થાય તેને ઈશ્વર માને છે. જે મલીનમાંથી નિર્મળ થવાનું માને તેઓ નિર્મળ થવાના સાધનને આલંબનભૂત માને. આટલા જ માટે ભગવાનની મૂર્તિ વિરાગ્યતામય કરવામાં આવી “રામલનિક' આ શબ્દો કયારે બોલાય ? મોક્ષ સાધવાનો રસ્તો હાથમાં લઈએ તે બેલાય. દુનીયામાં ભટકીએ તે બોલવાનો વખત આવવાનો નથી. તે પરમેશ્વરના સામું દેખીએ ત્યાં હાજરાહજુર આત્મા જે માંગી રહ્યો છે તે મળે. હવે તેમને માલમ પડશે કે મોક્ષ માટે આત્મ કલ્યાણ માટે કર્મને ખસેડવા માટે કંઈ પણ આલંબનની જરૂર હોય તે મલીનમાંથી નિર્મળ થએલા મહાપુરૂષના આલંબનની જરૂર છે. આ ઉપરથી સુમુક્ષુઓ બીજા મતવાળા હોય તેમને મૂર્તિ માનવાને અધિકાર નથી. કારણ મનુષ્યમાત્ર વિચારી શકશે કે—હવે હું પ્રશમરસ નિમગ્ન ક્યારે થઈશ? સ્ત્રી અને આયુધ રહિત મારે ખેળો ક્યારે થશે? એ ત્યાગના વર્તનવાળા મહાપુરુષની પ્રતિમાથી પુણ્યાત્માઓનું જીવન પગભર થઈ શકે છે. ત્યાગરૂપે ન લેવું હોય તે ત્યાગીની મૂર્તિની કંઈ જરૂર નથી. આ ઉપરથી મુખ્ય ખુલાસો થઈ જશે કે–બૌદ્ધોની સર્વ અવસ્થાની મૂર્તિ છે. જન્મની બાળપણાની રાજ્યપણાની યુવાવસ્થાની