________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ બીજો
૨૮૭ તમને જડીબૂટીની કિંમત સમજાવે છે તે વખતે પોતે સાપને હસાવે છે પછી તેની ઉપર જડીબૂટિની હોરે મૂકે છે. એ મહેરાથી જ્યારે દેખે છે કે ખરેખર ચઢેલું ઝેર મહોરે ઉતાર્યું, ત્યારે મહારની કિંમત ગણે છે. તીર્થંકર પહેલાં આપણા જેવાં જ્ઞાનાવરણીય કર્મ આદિના ઉદયવાલા છે. કર્મનો ડંખ તીર્થકરોને પણ લાગેલો હતો. તે ડંખને મૂળમાંથી સામ્યગદર્શનાદિ મહારાના પ્રતાપે નિમૅલ કર્યો. મૂર્તિપૂજાની લાયકાત કેને?
આ વિચારશે એટલે પ્રતિમા પૂજાની લાયકાત આપણને માલમ પડશે. ખરી રીતે જૈનશાસન સિવાય બીજાને પ્રતિમા પૂજવાને હક જ નથી. રજીસ્ટર અમે નથી કર્યું પણ તમે રાજીનામું આપ્યું છે. ખરી રીતે બીજા મતવાળાએ પ્રતિમા પૂજવાનું રાજીનામું આપ્યું છે. પ્રતિમા પૂજવી શા માટે ? પરમેશ્વરની સાથે આપણે સગપણને સંબંધ છે? રાજા પ્રજાપણાને સંબંધ છે? કઈ જાતને દુનિયાદારીને સંબંધ છે? ના. ત્યારે તેમની કે તેમની પ્રતિમાને શા માટે પૂજવી? આત્માનું કલ્યાણ કરવા માટે. સાક્ષાત્ તીર્થંકરની પૂજા કે તેમની પ્રતિમાની પૂજા, અને આત્માના કલ્યાણ કરવા માટે છે. આ જગપર કહી શકાય કેનામ સ્મરણ કરશે તો કયાણ નહીં થાય ? જે નામસ્મરણથી કલ્યાણ થઈ શકે છે, તે તેમનું આરાધન શા માટે કરવું? નામસ્મરણ માત્રથી કલ્યાણ થતું નથી એમ કોઈ કહેનાર નથી. કારણુ-તેથી પણ કદવાણ થાય છે, તે દરેકને કબૂલ છે. નામસ્મરણથી કલ્યાણ કયારે થાય? જેનું નામસ્મરણ કરીએ તેના ગુણો, વૃત્તિઓ, એ આપણે હદયમાં લાવવાને ભાગ્યશાળી થઈએ તે. આ વિચારવાથી સહેજે સમજી શકાશે કે નામનું સ્મરણ એ એકલું કલ્યાણ કરનાર નથી. નામનું સ્મરણ મળે છે કેને? હળુકમીને, લઘુકમી ન હોય તેને કોઈ પણ પ્રકારે નામસ્મરણ મળતું નથી. લઘુકર્મીપણાથી મળેલું નામસ્મરણ કલ્યાણ કચારે કરે? જ્યારે તેમના ગુણે વર્તન જ્ઞાન વીતરાગતાનું આત્મામાં પ્રતિબિંબ પડે ત્યારે. આ ઉપરથી પરમેશ્વરની મૂર્તિ માનવાનું કારણ સમજી લ્યો. તે તેટલા જ માટે કે સંપૂર્ણ દશા પામવામાં એ સાધનભૂત બને છે. સાધનભૂત બનવામાં સાધનભૂત મૂર્તિ કેવી હોય? મોક્ષ માટે અવસ્થા જે જોઈએ તે અવસ્થાવાળી મૂર્તિ પરમપદનું સાધન થઈ શકે. બીજાને અંગે જીવનમાં પણ પરમપદનું સાધન નથી. એમણે તે ચેખે આત્મા