________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૨૭૯ સિદ્ધાંત હેત તે જૈનશાસનમાં લીલાના પડદા નાખવા પડત. બીજાના દેવને ગોપીઓની સાથે લીલા કરી અને મોક્ષ માર્ગની પ્રરૂપણમાં તે શાંત દાંતે મુમુક્ષુઓ માનવા પડયા. એ તો ભગવાનની લીલા. પિતાના વર્તનમાં શાંતિના ઉપદેશમાં આતર પડતો હતો, તેમાં લીલાનો પડદે નાખી દીધા. કૌમુદી મહોત્સવવાળાને ભક્તો ઉપર પાનની પીચકારીઓ નાખવામાં આવે છે. દહીં હળદરની વિષ્ટા કરી ભક્તો ન ઉપર છાંટવાનું. કહે કે આ બધું તેઓ કરે, કારણ તેઓએ વહુજી
મહારાજ અને લાલજી મહારાજ માન્યા છે. ત્યારે તમે કહો કે-આ કેમ? ત્યારે જવાબ આપે કે આ તે જાદવકુળના બાળ છે. તે નામે પડેદે કરવો પડશે. શાથી પડદે કર પડે? એક જ કારણ-કહેણી રહેણીમાં ફરક પડશે. જ્યારે જૈનેતરમાં પડદા કરવામાં આવે ત્યારે તેને જૈનીઓ જાહેર રીતે ચીરી નાખે. પોતાના દેવને અંગે લીલાનું કીડાનું કઈ દિવસ જૈન બચ્ચે બોલે છે? એવી રીતે ગુરુ માટે ઉપદેશ દે તેમાં એનાં વર્તાવને તપાસે. ગુરુનો ઉપદેશ કંઈ ને વર્તન કંઈ તેમ અહીં નથી. જૈનશાનમાં જેવું કહે તેવું જ કરે, જેવું કરે તેવું જ કહે. કહેણી રહેણી એક જ છે. ફરક રાખીએ તે આપણે પણ લીલાના પડદા નાખવા પડશે.
જિનેશ્વર મહારાજની કથની ને કરણી એક જ સરખી હોય તેથી જિનેશ્વરની કરણી કરનારે અને કથની કથનાર એક રૂપમાં હોય, ત્યાં સુધી તે તેને સદ્ગુરુ રૂપે માની શકીએ. જિનેશ્વરની કરણી અને કથની. વ્યવહારથી કરે ત્યાં સુધી સુગુરુ તરીકે મનાય. અંદર પિગળ હોય તો પણ શાસ્ત્રકારે તેને સદગુરુ માનવામાં મિથ્યાત્વ લાગે નહિં અંદરની પિલ માલમ ન પડે ત્યાં સુધી સમ્યકત્વ. મહાવ્રતના ઘાતથી અંદરની પિલ માલમ પડયા પછી જે માને તે મિથ્યાત્વી ગણો. ગૃહસ્થ કરતાં વેષધારી તે સારાને?
અમે ઘરબારી છીએ તે કરતાં તે તેઓ ભલે વેષધારી હોય તે તે પણ સારા છે ને ? ઘરબારી વગરના ઉસૂત્ર પ્રરૂપણ કરનારાને સારા માનતા હોય છે, તેના કરતાં અભવ્ય પહેલા પૂજા પામો જોઈએ. એના મનનું એ જાણે પણ બહારથી તો અભવ્ય કથની કરણ બનેમાં ચોખ હોય છે. એને ગુરુ માનવામાં વધે ? જ્યાં સુધી માલમ ન પડે ત્યાં સુધી ગુરુ માને તે તમને મિથ્યાત્વ નહીં. પણ માલમ પડે કે આ અંદરનો