________________
૨૮૨
પ્રવચન ૮૩ મું માણસ ભૂ કહે તે એ હું નહીં ને? અનુકરણ વિવેકી થવાને માટે કરતો હોય તે મારામાં વિવેક આવ્યા પછીનું અનુકરણ કર. નાની ઉંમરનું અનુકરણે અત્યારે કરે છે? નાગો થઈને જેમ બાળક ફરતું હતું તેમ અત્યારે યુવાવસ્થામાં તેમ ફરાય? ભગવાનનું અનુકરણ સાવદ્ય ત્યાગ પછીનું, કેવળજ્ઞાન પામ્યા પછીનું. પહેલાંનું અનુકરણ કરે તેને કે ગણ? માટે મહાવીરે અભિગ્રહ કર્યો તેમ આપણે કરે. તારા બાપા નાનપણમાં નાગા ફરતા હતા તો તું પણ હવે નાગો ફર. ભગવાન રાષભદેવજીએ કઈ વખત વ્યવહારની પ્રવૃત્તિ કરી? એક બાજુ અનિને ઉપચાગ કરાવે અને ન થાય તે એક બાજુ અગ્નિ વગર દુનિયા હેરાન હેરાન થાય છે, બલકે મરણને શરણે થાય છે. ભગવાને અવિનની ઉત્પત્તિ નથી બતાવી. વાંસને વૃક્ષ ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે–એ એમના જ્ઞાનબહાર ન હતું. અગ્નિ આપોઆપ ઉત્પન્ન થયો ત્યારે એને ઉપગ બતાવ્યું છે. કલ્પસૂત્રમાં રોજ સાંભળે છે કે પહેલાં ડાંગર છોલીને, પલાળીને, ઘસીને, કાંખમાં નાંખીને તૈયાર કરી છતાં ન પચી, છેવટે લકે અજીરણથી પીડાય છે. વરસના વરસો સુધી લોકોની હેરાનગતિ છે. હજુ રાજગાદીએ છે. ત્યાગ માર્ગમાં નથી, પણ આ વખત પ્રજાને મન જીવન મરણને સવાલ છે. કરવું પડે અને કરવું જોઇએ ને વિવાદ
જીવન મરણના સવાલ સુધી દેખ્યા કર્યું અગ્નિ આપોઆપ ઉત્પન્ન થયે ત્યારે ઉપયોગ બતાવ્યું, છતાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કહે છે કે આ બધું પાપનું કાર્ય છે. દુનિયાનાં જીવન મરણ વખતે આ ઉપાય બતાવો તેમાં પણ પાપ ગણે છે. એક રાજા ત્યાગી નથી, તે છતાં માત્ર ઉપયોગ બતાવ્યો, તે પણ તેને પાપ ગણ્યું. અત્યારે ચર્ચા બે રૂપમાં જ છે. શાસન પ્રેમી બધા બાયડી છોકરા છોડી નીકલ્યા નથી. વિરોધી જેવું જ સંસારમાં કરી રહ્યા છે, પણ ફરક આ બે શબ્દમાં જ છે. શાસન પ્રેમી કહે છે કે “કરવું પડે છે. અને વિરોધીઓ કહે છે કે કરવું જ જોઈએ.” આજકાલના વિવાદમાં માત્ર એટલું જ છે. ફરક માત્ર જોઈએ અને પડે. તેમ ધર્મિષ્ઠાને ચારિત્ર મોહનીયને ઉદય છે. દુનિયાના ફાંસામાં ફસાયા છે, માટે કરવું પડે છે. અને પેલાઓ કહે કે ફરજ છે માટે કરવું જ જોઈએ. ર્તવ્ય અને નિરૂપાય રૂ૫ ફરક છે. અહીં ભગવાન બાષભદેવજીએ માત્ર આટલું જ કર્યું તે પણ તેને