________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૨૬૯ કાલેદાયી-સેલેદાયીને મટુક શ્રાવક સાથે સંવાદ
મિથ્યાદષ્ટિને પ્રસંગ કરવો-તે સામ્યકત્વ પર કાળા ડાઘ સરખો છે. એ વાત શાસ્ત્રસિદ્ધ છતાં તમે ધ્યાન રાખો તો મટુક શ્રાવકે કાલેદાયી સેલેદાઈને ન બોલાવ્યા. કારણ, સમ્યત્વ વખતે છુટી રાખી છે કે જ્યાં સુધી મિથ્યાત્વી લાવે નાહ ત્યાં સુધી મારે બોલવું નહીં. કાલોદાયી સેલદાયીએ મને બોલાવ્યો. તેણે મટકને શ્રી મહાવીર દેવથી વંચિત કરી દે હતો, તેને અંગે કાલેદાઈ અને સેલેદાઈએ એ કહ્યું કેતારે મહાવીર પાંચ અસ્તિકાય પ્રરૂપે છે? મટુકે કહ્યું કે હા. શ્રીતીર્થકર કેવલી સિવાય ધર્માસ્તિકાયાદિક આ પાંચ અસ્તિકાયનું સ્વરૂપ બીજા કોણ કહી શકે? હીરાના ગુણ અને એમાં કોળી કાછીયા કે કુંભારમાંથી દેખાડનાર નીકળે ખરો? અરે તે માટે ઝવેરીઓ જોઈએ, તેવી રીતે ઊંડા તત્ત્વને પ્રતિપાદન કરનાર મહાજ્ઞાની જઈએ.
ધર્માસ્તિકાયાદિક અરૂપી પદાર્થોને દેખાડનારા સ્વરૂપ પ્રતિપાદન કરનારા, કેવળી સિવાય ક્યા કુશળ હોય ? તારા ભગવાન પાંચ અતિકાય કહે છે તેને તું માને છે? શરમના સપાટામાં સપડાએલે સમકિતી આ જગપર શું કરે? મટુક શ્રાવક શ્રદ્ધાવાળામાં સરદાર છે અને શરમના સપાટામાં સપડાયે નથી. હા હું માનું છું. માન્યતા કબૂલ કરી, તેથી કાળદાયી અને સેલેદાયીનું કામ એજ હતું કે તું તેના કહ્યા પ્રમાણે માને છે. અરે અહીં ધર્માસ્તિકાયાદિકને તું દેખે છે? સમ્યકત્વને મરણ શરણ કરવા માટે કતલ શરૂ કરી. પાંચ અસ્તિકાયની હકીકત હજુ જીવની પુણ્ય-પાપની વાત દુનીયાદારીથી સિદ્ધ કરી દે, પણ ધર્માસ્તિકાયની વાત છે. હવે શું કરવું? બાપ દેખાડ કે શ્રાદ્ધ સરાવ. કાઠ, કાંતો દેખાડ. નહીં તે નથી દેખતો એમ કહે. જે દેખું છું, એમ કહે તો શાસનના શત્રુ કહેવાય. આટલા માત્રમાં શત્રુવટ શાસ્ત્રકારો કહે છે. તે પછી શાસનનું સર્વથા સત્યાનાશ કરવાવાળા હોય તેને શાસનના શત્રુ કહે તો તેના ઉપર રોષ કરવાનું કારણ શું ? અહીં મકે શું કર્યું ? જે દરીયાનો છેડો દેખે છે, તેની પેલે પારને દેશ જાણે છે, તે બાજુ દેશ છેકે નહિં? આનો છેડો કહે તો તું જઈ આવ્યો છે? છેડો નથી એમ કહે તો હું નથી ગયો અને છેડે છે એમ કહે તો શાથી? ફલાણે ગયા છે તેથી બીજાના કહેવા ઉપરથી, દરિયાન છેડો તમે નથી દેખ્યો તો પણ માનવા તૈયાર થયા. એના વચન ઉપર