________________
૨૪૮
પ્રવચન ૮૦ મું
આવવાના નથી, દેવાના નથી, તે ગાયનું ઉદાહરણ દેનારો જૈનશાસનના જવાહરને જાણતા નથી. તેવી રીતે વીતરાગની સેવા કરીને વીતરાગ પરમાત્માના આત્માના ગુણે લેવા હોય તે ફકત પિતાના આત્માની પ્રસન્નતાની જરૂર છે. વીતરાગના આત્મામાં રહેલું કેવળજ્ઞાન લેવું નથી, તેમજ તે આપતા નથી. સામે રહેલી ચીજનું પ્રતિબિબ કાચમાં પડે તેમાં ચીજમાંથી કંઈ અધિકું ઓછું થયું નથી. હવે કહે છે કેએ પ્રતિબિંબ પાડવામાં મૂળ વસ્તુને રાગની શ્રેષની કશાની જરૂર નથી. માત્ર કાચ તેની બરાબર સામે થવે જોઈએ, જેનું પ્રતિબિંબ કરવું હોય તેની સામે ચકચકત કાચ રાખવું જોઈએ, એવી રીતે વીતરાગ ગુણ પ્રાપ્ત કરવા આત્માએ નિર્મલતા કરવી, જેથી વિતરાગનું આબેહૂબ પ્રતિબિંબ પડે, તેમાં રાગ દ્વેષને પ્રસંગ નથી. ચોખા કાચમાં આબેહુબ પ્રતિબિંબ પડે છે, તેવી રીતે આ આતમાં ધર્મની નિર્મલતાવાળ હેય તે વીતરાગનું સ્વરૂપ આબેહૂબ પાડી લે, તેમાં વીતરાગને કંઈ અધિકું ઓછું થવાનું નથી. આત્માને કર્મ રહિત થવું છે, કેવળજ્ઞાન મેળવવું છે, તે વીતરાગના આત્મામાંથી ખેંચી લેવું નથી. આપણા આત્મામાં જ તૈયાર કરવાનું છે. માત્ર સામી ચીજ ઉપરથી પિતાની નિર્મલતા કરીને આપોઆપ તૈયાર થાઓ. આવું છતાં પણ જેઓ બિચારા ભાન ભૂલેલા હોય તે વીતરાગતાના ગુણને અવગુણ તરીકે કહેવાનું ચૂકતા નથી. તો પછી વીતરાગપણ સિવાય બીજે જગતમાં કો ગુણ રહ્યો કે–જે ગુણને છકેલ છેકરાઓ, સરખા સુધારકે છાપામાં અવગુણ કહેતા ચૂકે. જેમ દયાથી બચાવવામાં આવતા જીવની વખત સાધુના લેબાશમાં રહેલા સાધુઓ, સાઈના કાકાઓ પાપ કહેતાં ચૂકતા નથી. કસાઈ હલકું કામ કરે છે, પણ કસાઈ એમ નહિં કહે કે-બચાવનાર બેવકૂફ છે, પેટ ખાતર ખરાબ કામ કરશે પણ બચાવનારને બેવકૂફ નહીં કહે. જ્યારે આ (તેરાપંથી) સાધુઓ બચાવનારને-પાપી માને છે. અને એવાઓના પ્રસંગમાં ફસાએલા દયાળ પુરૂષો પણ દયાને છેડી દે છે. જ્યારે દવા ન છોડાય તે શુદ્ધ ગુરુઓ કે જે છના છકકામાંથી છટકવા તૈયાર થએલાઓને મદદ કરનારા થાય તેમાં નવાઈ શી? રાજા ઉદાયનને ભેરા જે મુલતાનની પેલી બાજ છે. જે વીતભયપતન હતું, ત્યાં રહેવાવાળો ઉદાયન રાજા, તેની દીક્ષા થવાની છે, જેથી દીક્ષા માટે ચંપાથી વિહાર કર્યો ને પાછા આવીને રાજગૃહી ચોમાસું કર્યું. મહાવીર મહારાજા જેવા લોભી અત્યારે એક સાધુ નહિં