________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ બીજે
૨૭ એ વખતે ભવાંતરનું ભાન ભૂલે, પુય-પાપ વિસારી દે, તે વખતે તમારા અંતરમાં કંઈ અસર થાય છે? એ વખત એમ થાય છે કે મેટો થશે એટલે એની મેળાઓ જાણશે. ગળથુથીમાં ધર્મ વિનય આતિકતા મેક્ષ આશ્રવ સંવર આત્મ-શ્રદ્ધા વિગેરે બાળપણમાં નાખ્યા છે? પછી શી રીતે આશા રાખો છે? આંગણે વાવ છે બાવળીયે અને ફળમાં જોઈએ છે કેરી ને કેળાં, વાવેલા બાવળીયાથી કેરી કેળાં કયાંથી લેવા? તમારા આત્મામાં જેનું જ્ઞાન કર્યું નથી તે તમારા બચામાં ક્યાંથી લાવશે? બાળપણમાં જે જ્ઞાન કર્યું નથી તે જુવાનીમાં લેવા જાવ તો કયાંથી મળે? આરિતકતા નથી, વિનય નથી, ધર્મ વિગેરે થી એમ હવે કહો તે કામ શું લાગે? કણબી કારતક મહિને ડાહ્યો થાય તે શું કામનો ? જેઠમાં મહેનત ઉઠાવે તે કણબીની કુશ.તા કારતક મહિને કામ લાગે. તમે બચાનાં સંસ્કારમાં જેઠ મહિનો એટલે બાળકપણું છે અને તે વખત જેમત ઉઠાવવા તૈયાર નથી. જ્યાં મોટી ઉંમર થાય એટલે કારતક મહિને શું પામશો? મોટી ઉંમરે તેને ઊંચા સંસ્કાર લાગે નહીં. બીજાના અને તમારા ધમની વફાદારીની સરખામણું
દરેક વેણુવ ઘેરઘેર ઠાકોરજીની પૂજા રાખે છે. શું એમના મંદિર શહેરમાં નથી? ત્યારે ઘેર પૂજા શા માટે? શું એ લોકોને ઠાકોરજીની પૂજા માટે ખરચ નથી? એમના જાહેર મદિર છતાં ઘેર ઠાકોરજીની પૂજા કેમ રાખે છે? એ સમજે છે કે બચ્ચાંને વગર ભણવ્યા પૂજાને સંસ્કાર નાખવો હોય તો ઘેર ઠાકોરજીની પૂજાપાશ્ચાત્ય હવા તમારા એકલાને જ ઘેર આવી છે? જેવી તમારા કાનમાં આવી છે તેવી તેમના કાનમાં પણ આવી છે. તેઓ અપ્રશરત દેવગુરુ માટે જાન આપવા તૈયાર છે. ત્યારે તમે તમારા પવિત્ર દેવ ગુરુ માટે વિખવાદ કરવા તૈયાર થાઓ છે. આ લાલબાગમાં તમારી જોડે જ એ બધા જાય છે. તે પાશ્ચાત્ય પવનમાં ઉછર્યો છે કે બીજે મુસલમાન વચ્ચે મોટો જમીનદાર થાય, અધિકારી થાય, તે પણ પોતાના ધર્મની આગળ દેશને ભેગ આપવા તૈયાર થાય છે. પાશ્ચાત્ય શિક્ષણ શું પીળા ચાંદલામાં પેસી ગયું? શું ટીલામાં નથી પેસી ગયું? કહો એ બધાને ટીલા અને નમાજ છે, છતાં એકલા પીળા ચાંદલામાં કેમ એટ લી બધી અસર થઈ? જે અપવિત્ર દેવ ગુરુમાં અસર કરી ન