________________
ર૬૨
પ્રવચન ૮૨ મું
પહેલાં બોલાવે નહિં. પણ એ જે બોલાવે તે કદાચ ન ચાલે તે બોલવું, પણ મિથ્યાત્વનો પરિચય ન કરે અને કરે તે સમ્યકત્વનું દૂષણ છે. એ જાણતો હોવાથી સમ્યકત્વ ઉચ્ચરતી વખતે એટલી છૂટ રાખે છે કે મારે મિથ્યાત્વીને બોલાવે નહિં, એની સાથે બોલચાલ કરવી એ પરિચય છે અને મિથ્યાદષ્ટિને પરિચય એ સમ્યકત્વનું દૂષણ છે. “શંકા કંખા વિતિગિચ્છા” આ ગાથા કોને ખ્યાલમાં નથી? મિથ્યાષ્ટિની સ્તુતિ દૂર રહી પણ પરિચય એ સમ્યનું દૂષણ. સમ્યક ત્રના શરાફ વિચારજે? પણ શરાફીને ધક્કો ક્યાં લાગે છે, તે ભાન રાખવું નથી. જે ભાન હોય ને ભાન ભૂલી ન જતા હો તે, આ ગાથા અંગ ઉપાંગ કે છેદ સૂત્રની નથી, કે જેમાં તમને અધિકાર પઠન પાઠન માટે ન મળેલો હોય. આ ગાથા તમારાથી છાની નથી. રોજ બે વખત પ્રતિક્રમણમાં બોલો છે. ફૂડ અચિરે અચિરે રામ કે રામની મૂર્તિ ઉપર વિષ્ટા? ચિર એટલે લાંબેકાળ, અચિરે એટલે ક્ષણે ક્ષણે, રામના ભજન માટે કાળ લંબાવ નહિં, ભજન માટે આંતરૂં ટૂંકું–કર એમ શીખવવામાં આવ્યું પણ પિોપટ પાંજરામાં હતો ત્યાં એ જ બોલ્યો, બહાર પણ એજ છે, પછી રામની મૂર્તિ જોડે હતી તેના પર વિષ્ટા કરી. હાથના કર્યા હૈયે વાગ્યા
ધ્યાન રાખો કે તમારા બચ્ચાંઓ ધર્મહીન થાય, એને પોકાર કરવા તૈયાર થાઓ છે, પણ છોકરાઓ નાસ્તિક અધર્મી અને ધર્મદ્રોહી પાક્યા છે, એ હકીકત કહો છો એ ખોટી નથી. પણ સવાલ કરતાં જરા શરમ લાવો. ઘરને આંગણે બાવળીયો વા, પછી કાંટા થયા અને પડ્યા અને તે કાંટા વાગ્યા એટલે એ બાપરે! બાપ કરે છે. તે બાવળીયે વાગે ને પછી કાંટા વાગે એટલે માબાપને શા માટે યાદ કરે છે. હવે તે એમ બેલ કે હાથના કર્યા હૈયે વાગ્યા. બાવળમાંથી. કેરી કેળાંની આશા રાખો તે કઈ રીતે ફળવાની? છોકરાને પૂછયું હેય તે ૫ ૪૮ પુછો તે વખતે ૩૮ બોલી જાય, તે વખતે તમારા ચહેરાને ફેટ પાડે ને તમારા શરીરની પુજારી જુઓ, આ સીન આ ધ્રુજારી અને આ આંખો એક બાજુ મૂકે અને જે વખત જગતમાં તત્ત્વ શું છે તે પૂછો? હેકરે કહે કે-ખાવું પીવું, લહેર કરવી. એ જવાબ આપે છે તે વખતે તેવી ધ્રુજ થાય, અગર આંખ લાલ થાય છે?