________________
२६४
પ્રવચન ૮૨ મું
શકયું, જ્યારે તે તમારા પવિત્ર દેવ ગુરુ અને ધર્મ ઉપરથી હાથ ઉઠાવવા જેવી તૈયારી કેમ થઈ? મુસલમાને ધર્મ વિરૂદ્ધ હાથ ઉઠાવવા તૈયાર થયા? તમારા કુળભૂષણ હાથ ક્યાં ઉઠાવે છે? જે મનુષ્ય જૈનશાસનમાં વિદ્વાનની વિશાળ પરિષમાં જે માન મેળવ્યું છે, એવા ઉપર હલ્લો કરનાર, અરે નાતથી વિચાર કરીએ તે તમારી બેટીબેનને ઉપાડી જનાર એવાના પક્ષ કરનાર એવા તમારામાંથી ક્યાંથી પાક્યા? કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી સરખા ઉપર અને રાજર્ષિ કુમારપાળ ઉપર જેઓ કલમની કટાર ચલાવે તેના પિષકે તમારા પીળા ચાંલ્લાવાળા છે. વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ પ્રત્યેને તમારે સભાવ
જે પશ્ચિમાન્ય હવા આ જગપર શુદ્ધ દેવ ગુરુ ધર્મની પાયમાલી કરનાર થાય અને તે જ પશ્ચિમાત્ય હવા અપવિત્ર દેવાદિક તરફ કંઈ અસર ન કરે, તેનું કારણ શું ? પિતાનું શું ને પારકું શું? વીતરાગ ને ન હેય રાગ કે દ્વેષ, તેવી રીતે સ્વ અને પરનું ભાન ભૂલેલા આપણા બચ્ચાં વીતરાગ જેવા હોય, આપણે બચ્ચાં સ્વ–પરનું ભાન ભૂલે તે વખત આપણે વીતરાગ દશા રાખવી? પણ પાંચ અઠ્ઠા બેતાલીશ બોલે તે વખત રાક્ષસી દશા, મૂખમા હોય તે પણ સ્લેટ લઈને નિશાળે ન જાય તે ટાંગા ટોળી કરી નિશાળે મૂકી આવે. બળાત્કાસ્વાળા ધ્યાન રાખજે. જે ધમને અંગે દીક્ષાને અંગે પડિકમણુના અંગે કદી દબાણ કર્યું હોય તે તુરત બોલે કે-બળાત્કારથી ધર્મ હોય? પણ પેટના માલને મેળવવા માટે બળાત્કારને દેખો છો ખરા? ત્યારે એ માટે થત બળાત્કાર તમને જરૂરી લાગે છે, બલકે નિશાળે મૂકી ન આવે તે તે માતા બેવકૂફ-મૂખ. છોકરાને ટાંગાટોળી કરી નિશાળે ન મૂકી આવે તે માબાપ બેવકૂફ. વ્યવહારિક શિક્ષણનું વિમાન કેટલું ઊંચું ચડાવ્યું છે? આત્માનો અખાડે નજરે પણ જે ? એનું કારણ એ છે કે તમે પિતે સંસ્કારવાળા નથી અને બચ્ચામાં સંસ્કાર તમે પોતે નાખવા માગતા નથી. આ ઉપરથી શ્રોતાઓએ સમજવું નહિ કે નિશ્માદષ્ટિની પ્રશંસા મહારાજ કરે છે. પ્રશંસાપણું દૂષણ છે, છતાં પિતાના લશ્કરને
.
૧. ક. સ. હેમચંદ્રાચાર્ય, ૨. કનયાલાલ મુનશી.