________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૨૫૯
દાખલ કર્યા વિના છૂટકો જ નથી. મેડથએલાને જ રસ્તા ઉપર ફરવાને હક નથી, પણ એને મેડહાઉસમાં આનીજ ટ્રીટમેન્ટમાં રહેવું પડે છે. જે પોતાનું અને જગતનું ભલું ચાહતા હોય તો તાકીદે દવા કરાવે. દારૂના હિમાયતી વેપારી લાભ ખાતર દારૂનો પ્રચાર કરનારા રાજ્યોને રાક્ષસ ગણીએ છીએ. તે પછી સંસાર–સુખમાં માચેલા છના છક્કાથી છકેલો જૈન શાસન, પ્રભુપ્રણીત રાજરસ્તા પર સ્વતંત્રતાથી મહાલે તે કેવો જુલમ ગણાય ? ધર્મની કઈ કંમિત થઈ? મેડહાઉસની કીંમત મગજ ઠેકાણે હોય તેને હોય. એવી રીતે અહીં ચારિત્રમેહનીયમાં ચકચૂર બનેલા હોય પણ દર્શન મોહનીના ભાનને લીધે મગજ ઠેકાણે રાખનારા હોય તેમને આ મેડહાઉસની કિંમત હોય છે. આ ઉપરથી સમજી શકાશે કે જેઓ છનુ છોડવાપણું માનવા અને તેને દૂર કરવાના મનોરથ કરનારા હોય તેવા જ ધર્મનું આચરણ કરનારા ઉત્તમ દશામાં હોય. તે માટે અભયકુમારે જે ચાર શ્રાવકનું દષ્ટાંત કીધું છે અને તે કઈ સ્થિતિથી બેઠા છે. તે તપાસીશું. તે લૌકિકને લોકોત્તર ધર્મના ભેદ સમજાશે. તે પછી ફળ શું તે વિગેરે અધિકાર અગ્રવર્તમાન.
પ્રવચન ૮ર મું
સં. ૧૯૮૮ શ્રાવણ સુદિ ૧૨ શનિવાર આત્માના રીસીવર કેણું થઈ શકે?
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ આપતા આગળ સૂચવી ગયા કે જગતે માની લીધેલા કાયદામાં અગર શાસ્ત્રમાં આ વસ્તુ કબૂલવામાં આવેલી છે કે પોતાની પેદા કરેલી ટકાવેલી હોય તેવી વસ્તુ ઉપર વ્યવસ્થા કરવાને હક કોને મળે છે? જેઓ તેના સદુપયોગ દુરૂપયોગ અનુપગના પરિણામને સમજી શકે તેને માટે છે. જે તેના પરિણામ સમજી શકતા નથી તેને પોતાની માલિકી છતાં વ્યવસ્થા કરવાનો હક મળતું નથી. કેટિધ્વજના છોકરાના નામે સગીર હોય તે કેડી પણ આપતા નથી. પોતાને નામે અને ખાતે કેડી પણ લેવાદેવાનો અધિકાર નથી. જ્યાં સુધી આત્મા કેવળ જ્ઞાનવાળો થાય નહિ ત્યાં સુધી કેવળી રિસીવરના તાબામાં રહેવું જોઈએ. આ આત્મા અનંત જ્ઞાનદર્શનની સારી ઋદ્ધિવાળે, વીતરાગ સ્વરૂપવાળે અને અનંત દાનાદિક ગુણવાળે