________________
૨૫૪
પ્રવચન ૮૧ મું
કહે ત્યારે પરીક્ષક આગળ ઉત્તર દેવું નથી. આગ વખત બંબાને ઉપયોગ કરવો નથી.
પારકે ઘેર નાણાભીડ હોય ત્યારે પિતાને ઘરે નાણું ઉછાળે તે તેણે શું કર્યું કે ક્રાઈસીસ વાળાનું કાળજું બાળી નાંખ્યું. અહીં પણ બીજાને ક્રોધ થયું ત્યારે આ વાક્યનો ઉપયોગ કરે છે, પણ પિતાને ઘેર ક્રાઈસીસ આવે ત્યારે કોથળીની ગાંઠ કઠણ બાંધવાની. આપણે ત્યાં આગ લાગી તે વખત વચનરૂપી અંબાને ખૂલે મેલે. આ અજાણી વાત નથી, જાણીતી વાત છે. ત્યારે કહે કે ઘેર નાણાં છતાં કાઈસીસને ટાઈમ છતાં નાણાં આપે નહીં, હથિયાર છતાં ધાડમાં સામે પડે નાહ, આગ વખત ટાંકી અગર બંબાને ઉપયોગ કરે નહિં અને જાણી જોઈને આગમાં લાકડા નાખવા ને હિતિષી ગણવા તૈયાર થાય. જે ગાંડે પોતે જ સળગાવે છે, બીજાને સળગાવવા બેલાવતું નથી. હવે અવળચંડા આત્માને તપાસે. ક્રાઈસીસ વખતે એક કોથળી ખુલ્લી મેલાતી નથી, એક ટાંકી પણ તે વખત ખેલાતી નથી. ચાલુ આગમાં બે ભડકા વધારે કરે તે મારા હિતેષી, ઓલવવા આવે તે દુશમન, કઈ સ્થિતિએ આત્મા પહોંચ્યું છે. આવી દશાએ પહોંચેલા આત્મામાં જે ક્રોધાગ્નિ સળગે છે તે વખતે તમારા બચાવને માટે એક સાધન જબરજસ્ત છે, પણ તમારે તે સાધનથી ખસી જાઓ. એ હથિયાર તરવાર ટાંકી બાજુ પર રહેવા દ્યો. ફકત ત્યાંથી ખસી જાઓ. વિચારે! ખસી જવા તૈયાર છે કે કોઈ ખસેડી જાય તે પાછા ધસીને ત્યાં જ આવે છે? કોઈ ગાંડો દુનીયામાં એ છે કે–તમે આગમાંથી બચાવે ને પાછા આવીને પડે. આ આત્મા કેધ દાવાનળમાં સળગવા માંડે, કોઈ હિતૈષી ખસેડીને દૂર કરે તો પણ
ત્યાં ને ત્યાંલડવાને સ્થાને આવે. ગાંડે, અવલચંડે આત્મા એ છૂટે રહેતે કર્યો જુલમ ન કરે? જ્યારે દુનીયાના આવા ગાંડા ગણાય પણ અમૂક મર્યાદામાં તે હજુ ડાહ્યા છે. ગાંડે પણ અગ્નિમાં કદી ભૂલે ચૂકે આવી જાય ને કેાઈ ભાગ્યશાળી કાઢનાર મલ્યા તે પાછો આગમાં પડશે એવો દાખલો પ્રાય: નહિ મળે. ગાંડાને સ્વતંત્રતા, બાળકને તીજોરીની ચાવી મેંપવી એ નાશનું નેતરું
શાકારે જેને ભાગ્યશાળીઓ કહી કહીને કાયર થઈ જાય તો પણ કોણ જાણે પેલે દાવાનળ દરિયા-પાણીથી પણ શાંત થતું નથી. સર્વાના