________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૨૨૭
જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધીનું સાધુપણું સરાગસંયમ કહેવાય અને તેવી અવસ્થામાં સરાગપણું પુણ્યને બંધાવનાર. સંવર નિર્જરા વખતે રહેલા સંયમમાં સરાગપણું પણ પુણ્ય બંધાવનાર છે, એ પુણયને સહાય કારક તરીકે જોડે લેવાનું છે. મનુષ્યપણું રસપણું વજયષભ નારાય સંઘયણ આદિનું પુણ્ય ન હોય તો કો જીવ મોટે જાય? બુદ્દો મનુષ્ય લાકડી વગર ન ચાલી શકે માટે લાકડી એ ટેકે છે, જીવન નથી. મેક્ષે જનારને પુણ્ય એ ટેકે છે પણ જીવન નથી. અંતે તે પુણ્યપાપને ક્ષય થવાથી જ મેક્ષ છે. પુણ્ય પાપ ક્ષય કર્યા જ મોક્ષ છે. આહાર, શરીર, ઇદ્રિ, વિષયે અને તેના સાધનના ઝાંખરા આ પાંચ અનાદિ કાળથી જીવને વળગ્યા છે, તેથી અનાદિકાળથી જીવ ભટકે તેમાં નવાઈ શું? પરસ્થાનમાં દેશના તે પાપ
હજુ આ ભવાઈ છોડવાનું મન થતું નથી. ભવાઈઆઓને ભવાઈ ખરાબ લાગતી નથી. તેમાં જ તેને જન્મારે ગયો છે અને આ ભવાઈમાં તે આપણે ભવચક ગયો છે. એ પાંચ ઝાંખરા હવે છોડવવા શી રીતે? કર્મના ભરોસે તો અનાદિથી વળગી રહ્યા. હવે જે આ ખેડૂત કેડ બાંધે તે જ ઝાંખા નીકળે. આ ઉપરથી સમજજો કે ઝાંખરાથી ઝાંખરા ઉગે છે, તેમાં ખેડૂતને કશું કરવું પડતું નથી. આહારાદિક પાંચ ઝાંખરા કર્મ કરાવ્યા જ કરે છે. કર્મ શામાં કામનું? આ પાંચ ઝાંખરામાં કર્મ હમેશાં ઝાંખરાની પોજણ કરે છે, તે સિવાય કર્મથી કંઈપણ કામ થતું નથી. આ અંદર બેઠેલો ખેડૂત–આત્મા પાંચ ઝાંખર ઉખેડી નાખે અને તે ઉખેડવામાં સાધન એક ધર્મ જ છે. ધર્મ સિવાય તે પાંચ કઈ દિવસ નીકળવાનાં નથી. તે ધર્મ સર્વના આત્મામાં છે, બહારથી લાવવાનો નથી. તમારી માલિકીની છે, તેને સદુપયોગ સમજશો ત્યારે તમે તમારા ધર્મને ઉપયોગ કરવાને લાયક થશે. આટલા માટે શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવ્યું કે જેમની જેટલી લાયકાત હોય તેમને તેટલો જ ઉપદેશ હેય. નહિતર દેનાર ને લેનાર બંને સંસારમાં ડૂબી જાય. જે ધર્મ કહેનારાને શ્રીઉમાસ્વાતિજીએ એકાંત લાભ જ કહ્યો હતો, એ ધર્મ કહેનારો અને સાંભળનાર ડૂબે કેમ? “ચ માષિત મુનીન્દ્રઃ પાપં સ્વચ્છુ રેશના સ્થાને” એ શ્લોકથી શ્રીહરિભદ્રસૂરીશ્વરજી શું કહે છે કે–જે હું કહું છું તે મારી