________________
૨૨૮
પ્રવચન ૭૮ મું
કલ્પનાનું નથી. પહેલા તીર્થંકર-ગણધરે એ કહેલું છે તે જ હું કહું છું. આથી તે વિશ્વાસ જણવ્યો. બીજે ઠેકાણે દેશના દેવી તે નિશ્ચ પાપ છે. બીજું ઠેકાણું એટલે? જગા જમીન એટલે લાલબાગ મૂકીને માધવબાગ નાહ. ત્યારે બાળકને બુધજોગી, બુધને બાળકગી દેશના. મધ્યમને બુધ જોગી દેશના આપી. તે દેશના પરસ્થાન દેશના વિદ્વાનને વિદ્વાન લાયક અને અલ્પબુદ્ધિવાળાને તેને લાયક દેશના આપવી. ..
ભલે પરસ્થાને દેશના દીધી તેમાં ગયું શું? ગોળ ગમે તેમ ખાઓ તે ગ જ લાગે. ધરમની દેશના છે તો તેમાં પાપ થાય એ શું ? એક વાત લક્ષ્યમાં રાખજે કે જિનેશ્વરે શાસ્ત્ર કહ્યા, ધર્મ કહ્યો, મોક્ષ માગ કહ્યો, તે શાને માટે ? મોક્ષ તરફ ધસવા માટે, મોક્ષના માર્ગથી દૂર કરવા માટે નથી. તેમ છતાં દેશના ફેરફાર એજ “વા નયનં' એ મનુષ્ય ઉન્માર્ગે જાય. સામયક લીધું અને તેમાં કદી મેંઢે બોલતા જયણ ન રાખી તે નરક નિગોદમાં રખડશે–એમ કહેતે શું પરિણામ આવે? સામાયકની ટેવ ન પડી હોય તેને આ વચન ઉન્માર્ગે લઈ જના. સામાયકની ટેવ પડી હોય તે જયણા રાખતાં શીખે અને એ જયણાનું ફળ સાંભલે તે અજયણ ટાળે, પણ જેને સામાયકની ટેવ નથી પડી તેને તે સામાયક કરવાનું મન થતું હોય તે પણ મૂકી દે. જેમ “વ્રત ન ત્યે તે પાપી ને લઈને ભાંગે તે મહાપાપી” આ કયા પ્રસંગનું વાક્ય છે? જેમણે કલ્યાણની બુદ્ધિએ વ્રત લીધું છે, તેને વ્રત ભાંગતી વખતે આ વાક્ય વિચારવાનું છે. કોને કયાં વિચારવાનું? વ્રત ભાંગવાના પ્રસંગે બચવાને માટે વિચારવાનું, છતાં એ વાક્ય ક્યાં લીધું છે? વ્રત લેવા પહેલા, એ વાક્ય ગોઠવ્યું કયાં?. વ્રત ન લે તે પાપી અને લઈને ભાગે તે મહાપાપી” તેનું પરિણામ વ્રતને જાહાર કરવાના, ન લેવાના પરિણામ થયા. વ્રતને લઈને ભાંગતો હોય તે આ વાક્ય શું અસર કરે ? ભંગથી બચાવે, દુનીયામાં એક શાહુકાર પાંચ હજારની કબૂલાત કરે, પ્રસંગ પડયો માંગવા ગયા એટલે શાહુકાર ન આપી શક્યા તે વખત શું કહે છે? કે “ન હતું બોલવું” એ કયારે કહે છે. રૂપિઆ લેતા પહેલાં બેલો છો કે દેવાનો. ઉત્સાહ વધે તે માટે તે વાક્ય બોલો છો? એ જ વચન દેવા પહેલાં બેલ્યો હતો તે દેવા લેવામાં શું પરિણામ આવત? તેવી રીતે આ વાકય વ્રત ન લે તે પાપી ને વ્રત લઈને ભાંગે તે મહાપાપી.” એ