________________
આગમારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૨૩૫
તરફથી ડર નથી. આ મહાપુરૂષોએ શ્રેય કેવી રીતે કર્યું? દલાલની બેદરકારી એ. દેવતાને અઘાતિ દુખે ક્યાં છે? માટે દેવતાને ઉત્તમ માનવા? ના, કારણ કે અમે જે ઉત્તમ માનીએ છીએ તે એટલા જ માટે કે–જેઓ ઘાતિકર્મ નાશ કરે અને તેથી જ તેમની ઉત્તમતા વિશેષપણે મનાય છે. વેદનીય આયુષ્ય નામ ગોત્ર સંસારનાં સુખ સાધનારને તે ચાહે તેવા ઊંચા એટલે સારા હોય, તેને ઉત્તમ માનવાને જૈનશાસન બંધાએલું નથી. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મેહનીય અંતરાયનો હિલે હઠાવે તેને જ ઉત્તમ માનવા જૈનશાસન તૈયાર છે. અઘાતિને હલ્લો હઠાવનારને ઉંચકેટિનો માનવા તૈયાર નથી. સમ્યકત્વવાળો જો જઘન્ય આરાધના કરનાર થાય તે આઠભવમાં મોક્ષે જાય. તો એકલા સમકિતથી આઠભવમાં મોક્ષ મળે તે ચારિત્રમાં શા માટે કડાકૂટ કરવી? આગેવાન દેશનિકાલ થયા તે એમ ધારેકે–દેશનિકાલ થયા તે ઠીક થયું, હીલચાલ ધમાલ સભાઓ અને ઠરાવો વગેરે કરવાની પંચાત મટી એમ માને? કેદમાં પડેલા દેશનિકાલ થએલા માટે ભાંજગડ મટી એમ માનનાર દેશને વફાદાર નથી. તેવી રીતે જ્ઞાન ચારિત્રને પંચાતરૂપે માને તે મોક્ષ માર્ગના વફાદાર નથી.
ચારિત્રવાળે અને તે વગરને બંને સરખી રુચિવાળા હોય
તેવી રીતે મારે ચારિત્ર નથી કરવું પડતું એ ઠીક છે, એમ ધારનાર સામ્યકત્વમાં જ નથી. દેશનિકાલ થએલે નેતા કયારે તે વખત મળે ને લોકોને હીલચાલમાં ચમકાવું ? સમ્યકત્વ ત્યાં છે કે કયારે વખત મળે કે ચારિત્ર લઊં, વીતરાગણું મેળવું, યેન કેન પ્રકારેણ જ્ઞાન–ચારિચ મેળવું, તેનું નામ સમ્યકત્વ. આ વસ્તુ વિચારશે એટલે માલમ પડશે કે બન્ને સરખાં હિતૈષી છે. બહાર રહેલા હીલચાલ કરનાર અને કેદમાં પડેલા બન્ને સરખા હૃદયાળ છે. ચારિત્રવાળ ને સમક્તિવાળો વિચારમાં બને સરખા આરાધન કરનાર છે, પણ જ્ઞાન ચારિત્રની, પંચાત મટી એમ ધારનાર આઠ, ભવમાં મોક્ષને મેળવતા નથી. અહીં સમ્યકત્વની આરાધના કરનાર પાસે ચારિત્રની અધમતા કઈ જણાવે તે વખતે તેને ખાસડું ઠોકે તે તે વફાદાર છે. આ કર્મનો કઠણ કેયડો ઉકેલવામાં એક ચારિત્રજ સાધન છે. જેઓ ચારિત્ર તરફ વફાદાર રહી શકે તેજ મક્ષ તરફ વફાદાર રહી શકે, માટે ચારિત્રજ જરૂરી છે. જેમને હૃદયમાં