________________
૨૩૬
પ્રવચન ૭૯ મું
ચારિત્ર વસ્યું નથી તે મેક્ષને વફાદાર નથી. બન્નેનું એકજ ધ્યેય હોય. ચારિત્રવાળે અને ચારિત્ર વગરને બને સરખી રુચિવાળા હોય. સરખા ઈષ્ટ વિચાર કરનારા હોય તે તે ચારિત્રમાં ન હોય, તે છતાં સમકિતી, જૈન દર્શનમાં ગણાય.
ચારિત્રના વફાદાર જ મેક્ષમાર્ગના વફાદાર
દેશની સ્વતંત્રતા એ એક જ મુદ્દો લક્ષ્યમાં રાખ. તે ચૂકીને કોઈ એ કાંઈ ન બોલવું, તેવી રીતે જૈન શાસનમાં ચારિત્રને મુદ્દો હદયમાં લક્ષ્ય તરીકે રાખવો. સંપૂર્ણ સ્વતંત્રતામાં કેટલા કેટલો ભાગ ભજવે છે તેનો નિયમ નથી, પણ કર્મ રૂપ કઠણ કટકને હઠાવવા-કાઢવા માટે આત્મ-સ્વતંત્રતા માટે ચારિત્ર એજ નિર્ધાર રૂપે પ્રસિદ્ધ થએલ છે. ચારિત્ર સિવાય બીજો રસ્તો નથી. ચારિત્રના વફાદાર તે જ મોક્ષ માર્ગના વફાદાર, ચારિત્રમાં બેવફા તે મોક્ષમાર્ગમાં પણ બેવફાદાર જ છે. મોક્ષ માગમાં તમે ત્રણ રસ્તા ખુલ્લા રાખ્યા છે. સ્વલિગે સિદ્ધ, અન્યલિંગે સિદ્ધ અને ગૃહલિંગે સિદ્ધ. આ ત્રણ રસ્તા રાખ્યા છે. ચારિત્ર એક જ વફાદારીનું સ્થાન હતું તે આમ કહેતે જ નહિં. ચારિત્ર જ મોક્ષમાર્ગ લાવનાર છે, એ નિયમ નથી. એમ શંકાકાર પૂછે છે. ચારિત્ર એ મોક્ષની ચાવી છે તે ચાવી સિદ્ધ કઈ રીતે કરે છે? કારણ કે તમે તે ત્રણ પ્રકારે મોક્ષે જવાનું કહે છે, પછી ચારિત્ર ચાવી કયાં રહી? આપણે કેઈને પ્રશ્ન કર્યો કે કાન ક્યાં છે? ત્યારે તે કેડે હાથ દે છે, તેવાને કહેવું શું ? તેવી રીતે અહીં વાત ચારિત્ર સાવઘત્યાગ, કમને નાશ, આવતા કર્મનું રેકાણ, પુદ્ગલની બાજીને નાશ, આત્માને હેરાન કરનારી ચીજને નાશ, આવા ઉત્તમ ચારિત્રની વાતને પેલાએ કયાં લીધી? સ્વલિંગ અન્યલિંગ અને ગૃહલિંગને કયું લાગતું વળગતું હતું? અહીં વાત ચારિત્રચાવાની હતી, તેમાં પ્રશ્ન કર્યો લિંગને. ચારિત્ર ચાવીની વાતને અમે લિંગમાં નિયમિત કર્યું જ નથી. સ્વલિગે સિધ્ધ અન્યલિંગે સિધ, ગૃહલિગે સિધ્ધ એ ચારિત્રચાવી વગરના માટે છે? ચારિત્ર ચાવી વગરના એકે નથી. અવિરતિ સિધ્ધ વિરતાવિરતિ સિધ્ધ એવા ભેદ પાડ્યા નથી. જે ચારિત્ર ચાવીમાં કંઈપણ ફેરફાર થતો હતો ને ફેરફાર થયે મોક્ષના દરવાજા ઉઘડી જતા હતે તે અવિરતિ, દેશવિરતિ, સર્વવિરતિ સીધા કહેવા પડત. વિરતિ ન કરે તે પણ મોક્ષે