________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણ–વિભાગ બીજો
૨પે હેય. ઘુવડ દિવસે ન દેખે તેથી સૂર્યો પિતાનું તેજ સંકેચવાનું નથી. તેથી ધર્મિષ્ટએ સમાધાનના દરવાજા બંધ કરવા ના હેતા નથી. વીતરાગપણું લેવું છે કે-આત્મામાં વીતરાગપણું પ્રગટ કરવું છે. આ જગા પર મૂર્તિને ન માનનારા ભાઈઓની પણ દલીલ ધ્યાનમાં લેવાની છે. સ્થાનકવાસીઓ કહે છે કે–પથરની ગાય શું દૂધ આપશે? શું પત્થરનો વાઘ ફાંફડી ખાશે? આવું દષ્ટાંત દઈને ભગવાનની મૂર્તિને આરાધનારા લોકોને ખસેડી નાખે છે. હવે તે તમારા મુહપત્તિ બાંધનાર સુંઢીયાના ફોટા સેંકડો તૈયાર થયા છે. આ ફોટો મહાવ્રત પાળે છે? ઉપદેશ દે છે? બોલો તો ખરા ! શું કરે છે? કહો એક જ વાત થઈ કે અમારી તસ્વીરો તમારા માનવા લાયક; તસ્વીરે જાણી જોઈને પડાવેલી છકાયના કૂટાથી ડરવાવાળા–દયાનું નામ પિકારના, તમે આમ મોટું બાંધેલું અને આઘે ગોઠવેલો પડદે ગોઠવેલે તેમાં કઈ દયા? ફોટા પડાવવામાં છએ કાયની હિંસામાં કયું ઓછું છે? ભરમાવનારા દ્રષ્ટાંત-યુક્તિઓ
તમે જાણું જોઈને છબી પડાવી કે અજાણ્યા ? પોતાના મનના બચાવ ખાતર કહી દે કે તે તે શ્રાવકે પાડી લીધે. તે કપટ સાથે જૂઠું-માયા મૃષાવાદ, આંખ ફોટામાં ખૂલ્લી છે કે બંધ? બેઠક બરાબર ગોઠવેલી કયારે આવે ? જ્યાં સુધી તેના કાચની સામા નહિં બેસે ત્યાં સુધી આંખની કીકી આવશે જ નહિં. કીકીવાળા ફોટા છે તો માનવું જ પડે કે–અમે જાતે જાણી જોઈને પડાવ્યા છે. તત્ત્વ એ છે કે–પોતાની માન્યતા માટે ફોટો પડાવ્યું છેતમે અભિમાન અને મનને તત્ત્વ ગણનારા છકકાયના ભેગે માન જાળવવા તૈયાર છે ને ભગવાનની મૂર્તિ જડ છે એ શું લઈને બોલો છે ? ભગવાનની મૂર્તિ જડ છે, પણ ભગવાનની મૂર્તાિ કહેવાથી યત્કિ ચિત પણ ભગવાનપણું મૂર્તિમાં આવ્યું, એવી રીતે ભગવાનની મૂર્તિ તેમના આચરણ પ્રમાણે માનનીય થઈ ચૂકી. પત્થરની ગાય દૂધ આપે છે? પત્થરનો સાવજ, સિંહ-વાઘ ફાંફડી ખાય છે? આવી રીતે અકકલ વગરના શ્રોતાને ફાવે તેમ સમજાવે છે.
પ્રશ્ન–તેરાપંથી ફેટા પડાવતા નથી?
ઉત્તર–તેરાપંથી પુસ્તક રાખે છે એ શું છે? આકાર લખે છે અને માને છે કે નહિં? તે ભેળા શ્રોતાને માર્ગથી વિમુખ કરવા માટે આ ધંધા કરે છે. પણ તારે જૂઠ બોલવાને ત્યાગ છે કે નહિ ? (સભામાંથી)