________________
२४०
પ્રવચન ૭૯ મું
તે બીજે આવશે એમ કહેનાર શાણે કહેવાય ખરે? અન્યલિંગે સિધ્ધ થવાય છે. પારકો આવીને વંશ રાખે એ નહીં બનવા જેવું બનાવ. તેટલા ખાતર ઘરના છોકરાને અનાદર-ઉપેક્ષા થઈ શકે જ નહિ.
ચારિત્ર વગરનાનું લેહી વધારે ઉકળે
આ ઉપરથી આપણે એક વાત નક્કી કરી. સ્વલિંગમાં રહેલા સાધુઓ હોય અગર ચારિત્રની ચાવીથી ચૂકેલા ગૃહસ્થ હોય, પણ બનેના લોહી કર્મની કઠીનતાના નાશ માટે સરખા જ ઉકળવા જોઈએ. દેશના ભલાની ખાતર જે કેદમાં પડેલા હોય તેના લોહી વધારે ઉકળવા જોઈએ. તેવી રીતે જે ચારિત્ર વગરને હોય તેને તે વધારે લેહી ઉકળવું જોઈએ. તે સ્થિતિ થાય તે તેને સમ્યકત્વ છે. અઘાતિથી ડરે છો ત્યાં સુધી મિથ્યાત્વથી તમો જુદા પડેલા જ નથી, બલકે ઘાતીને કાપવાની કાતર તરફ દષ્ટિ રાખશે નહિ, ત્યાં સુધી તમે બધા સમ્યકત્વમાં આવેલા જ નથી. આવું સમ્યકત્વ એક વખત આવી જાય તે ચાહે જેવી આશતના કરનાર થાય તે પણ અર્ધપુદગલ પરાવર્તનના અનંતા કાળની વચમાં જ હઈશું તે? એ તારી શંકા ખોટી છે. અનાદિથી રખડતા તે ઝાંખરાંમાંથી ઝબકીને નીકલ્યો હોય તેમ બન્યું જ નથી. શું તમને અનાદિનું જ્ઞાન છે? હા અનાદિની સિદ્ધિ માટે શાસ્ત્રકારોએ અનેક સમજાવટ કરેલી છે. મોતી એક વખત વીંધાયું હાય પછી તેમાં માટી ભલે ભરાઈ હોય પણ પહેલાં કરતાં વેધમાં વધારે જ હેય. તારના વેધ જેટલે વિધ ( છિદ્ર) નવા મોતીમાં હોય. આ આત્મા જ એ ઝાંખરાંમાંથી ઝબકીને એક વખત નીકલ્યો હોય તે આ વખત કંઈક ઊંચી દશા હોય. આ આત્માને અત્યારે તેનો ઝબકારે નથી. એ ઝગમગતે ઝબકારો આવતો નથી, તે જ કહી આપે છે કે–હજુ આ કોરા મોતી જેવો જ છે. પહેલાં જે ઝાંખરાથી ચમક્યું હોય ને બીજી વખત જે ચમકે તેનો ચમકારો જુદે જ હોય. અનાદિકાળથી આ આત્મા ઝાંખરાથી ચમક્ય જ નથી, અનાદિકાળથી આ આત્માએ આહારાદિક ઝાંખરાને કિંમતી ગણ્યા છે. ધર્મના સદુપયોગ આદિને ખ્યાલ હજુ લીધો નથી માટે એ ધરમની લૌકિકથી અને લેકોત્તરથી કિંમત કેવી રીતે સમજવી, તે અભયકુમારના દષ્ટાંતથી શાસ્ત્રકાર કેવી રીતે સમજાવશે તે વિગેરે અધિકાર અગ્રવર્તમાન.