________________
ર૩૦
પ્રવચન ૮ મું
ધ્યાન રાખજે કે–એકલા બુધને જ અગર મધ્યમબુદ્ધિને જ ધર્મ પ્રવૃત્તિ હોય તેમ નથી. પણ બાળ, મધ્યમ અને બુધ–એમ ત્રણેને ધર્મ કહ્યો છે. ઊંડું સમજ્યા વગર ધર્મ શાને હોય? તેવાઓને સમજાવતાં ત્રણેની ધર્મ દેશનાની રીતિ કહી તે જોઈ લે, પછી બેલે, હવે ગ્યાયેગ્યનો વિચાર કરી ધર્મની કિંમત કહેવી જોઈએ. જે શ્રાવકે કાળા મહેલમાં પેઠા છે તેમને લૌકિકરીતિએ તથા લોકોત્તર રીતિએ ધર્મી અગર અધમ કેમ કહેવાય છે, ત્યારબાદ સામ્યકત્વના ત્રણ પગથીઆ અને પછી સામાયિકાદિક ભૂષણો કેવી રીતે જણાવશે તે અધિકાર અગ્રવર્તમાન.
પ્રવચન ૭૯ મું
. સં૧૯૮૮ શ્રાવણ સુદ ૯ બુધવાર સમ્યકત્વને પ્રભાવ
શાસકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે આ સંસારમાં અનાદિ કાળથી રખડતાં રખડતાં આહાર આદિમાં જ રખડયા કર્યો. એ ઝાંખરામાંથી નીકળવાને વખત જ નથી આવ્યો. એ પાંચે વસ્તુને હંમેશાં ઈષ્ટ ગણી. આહાર શરીર ક્રિયે તેના વિષયે અને તેનાં સાધનને સજજડ વળગી રહ્યો. આ વસ્તુ સિવાય હજુ આ જીવે કંઈ કામ જ કર્યું નથી. કેઈ વખત પણ જીવે ધર્મની પ્રાપ્તિ પણ કરી તે હશે. સમ્યકત્વ શુદ્ધ થયા પછી અર્ધપુદગલ પરાવતથી વધારે સંસાર હોય જ નહિ. સમ્યકત્વવાળે આટલું ભટકે છે, તે જણાવવા માટે આ વાકય નથી. બધા સમક્તિી અર્ધ પુદ્ગલથી કંઈક ન્યૂન રખડે જ છે તેમ નથી, પણ તેથી અધિક સંસારને વ્યવરછેદ કરે છે. આ વાકય સમ્યકત્વ પામ્યા પછી કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત રખડવું પડશે એ વિધાન કરાતું નથી. ત્યારે આ વાકય શાનું? અહં અવ૬ જુગાઢ.” અંતર મુહૂર્ત માત્ર જેમને સમ્યકત્વ ફરહ્યું હોય તેને, તેનો અર્થ એ નથી કે દરેક સમકિતીને અધ પુદ્ગલ પરાવર્ત પહેલાં મોક્ષ મળશે જ નહિ, તે માટે નથી. આ વાક્ય એટલા જ માટે કે–એક વખત રાજાની આફત પ્રસંગે જિંદગીને બચાવ કરે અને તે બચાવનાર ખૂનની શિક્ષા પામેલ હોય પણ તે અંતે