________________
૨૨૬
પ્રવચન ૭૮ મું
પણ તદ્દન લુગડાં કાઢવામાં તત્ત્વ ન હતું. નિષેધરૂપ વાત જે કાઢી નાખવાની વાત તે મેલાને લાગી. પણ લુગડાને ન લાગી. લુગડાંને લગાડે તો ભૂખ. કારણ, બીજો છેક મેલાં કપડાં કાઢી નવા ધેલાં ઉજળા પહેરીને આવવું પડે એવું સમજી એલાં પહેરીને આવ્યા. તેમાં આજ્ઞાપાલક કેણુ? ઉજળા પહેરીને આવ્યા છે કે મેલાં લુગડાં મૂકી નાગે થઈ આવ્યો તે? તત્ત્વ મેલાં કાઢી નાખવામાં હતું અને મેલ વગરના પહેરવામાં હતું. તેવી જ રીતે વ્યાસંપનમઃ શ્રાવકે ન્યાયથી પૈસો પેદા કરે એટલે બુડથલ એમ બેલે કે શાસ્ત્રકારે પૈસે પેદા કરવાનો કહ્યો છે. વિધિ અથવા નિષેધ વિષેશણને જ લાગુ થાય. ન્યાયથી લક્ષ્મી પેદા કરવી તેમાં વિધાન લક્ષ્મી પેદા કરવાનું નહિ, ન્યાયનું વિધાન. તેથી જેમ જેમ ન્યાય કરે તેમ તેમ ધર્મી. પૈસાની વૃદ્ધિએ ધરમની વૃદ્ધિ માને છે? ન્યાયની વૃદ્ધિ એ જ ધર્મની વૃદ્ધિ છે. “વિધિ અથવા નિષેધ વિશેષણને જ લાગુ થાય.” પ્રથમ જેમ નિષેધ મેલાને અંગે હતા તેમ અહીં વિધાન ન્યાયને લાગુ થાય છે. આ જગા પર સહેજ ધ્યાનમાં લેવું કે—કેટલાક અર્થ-કામના ઉપાસકો વિશેષણને લાગુ પડતી વિધિ સમજે નાહ અને તેથી જ તેઓને માલમ નથી કે–ન્યાય સિદ્ધ હકીક્ત વિધિ અથવા નિષેધ વિશેષણ પ્રત્યે જ લાગે. અર્થકામમાં, અંધ થએલા અન્યમતની અપેક્ષાએ કરેલાં કથને તેને પણ જૈનશાસ્ત્રકારના નામે ચઢાવવા તૈયાર છે. કારણ વિધિ અને નિષેધનું સ્પષ્ટીકરણ ધ્યાનમાં નથી.
યોગશાસ્ત્રમાં, ધર્મ સંગ્રહમાં અને બીજા પણ ગ્રંથોમાં વિવાહના આઠ ભેદો કહ્યા છે. તેમાં લૌકિકે આમ કહે છે. એવું ચોકખું વાક્ય કહીને શાસ્ત્રકારોએ અન્યમત જણાવ્યા છે, છતાં જૈન શાસ્ત્રકારે જણાવ્યા છે, એમ કહેનારને કેવા કહેવા? આરોપીના પુરાવા લેવા નહિં અને ફરીયાદીની દલીલ પરજ વિચાર કરનારા અને તોડેલા પુરાવા પર ધ્યાન આપે નહિ અને ચૂકાદો આપે તેવા મેજીસ્ટ્રેટને કેવા ગણવા ? શાસ્ત્ર કારે જે બાબતે અનુવાદ તરીકે જણાવે છે, બલકે પરમતની અપેક્ષાએ હીએ છીએ, છતાં તેવી જગો પર અર્થ કામની પુષ્ટિમાં ગણાવે તેને કેવા ગણવા? સરાગસંયમ દેવલોકનું કારણ, એનો અર્થ સંયમ દેવ લોકનું કારણ નથી પણ સરાગપણું દેવલોકનું કારણ, છે. સંવર ને નિર્જરાની ક્રિયા પાપ રોકનારી છે, તે દ્વારાએ પુણ્યબંધ થાય છે,