________________
२२४
પ્રવચન ૮ મું હિયે હતું તે હેઠે આવ્યું
નાસ્તિક કહેતા હતા કે પરલકની બાબત કહેવી તે લોકોને ભરમાવવાનું છે. પુણ્ય પાપ દેવલોક નરકની બાબતે ભ્રમણા છે. પિતાને ગણાવવું છે આસ્તિકમાં અને દીક્ષા મોક્ષ સ્વર્ગ વિગેરેને ગણાવવી છે ભ્રમણામાં. અંદરના નાસ્તિક ને મોઢાના આસ્તિક સ્વર્ગ નરકના ફળ દેખાડવા તે તે ભરમાવવાનું છે એમ માનવું છે. હૈયે હતું તે હોઠે આવ્યું. હૈયામાં નાસ્તિકતા હતી તે હેઠે આવી. ચારિત્રથી સ્વગ મોક્ષ મળે છે તે ભ્રમણા છે, તેમ હોય તે નાસ્તિકને માથે શું શીંગડું ઉગતું હશે? પુણ્ય પાપ જીવ માનીએ છીએ તે અમે નાસ્તિક શાના? પાપ ખરાબ માન્યું તે પાપનું છોડવું સારું માનવું જ જોઈએ. પાપને છોડવાથી સારા ફળ માનો તે સ્વર્ગ ને મોક્ષ માન્યા સિવાય છૂટકે જ નથી..ચારિત્ર તરફ લોકોને મેલના નામે ભરમાવે છે એવું કોણ બોલી શકે? જેમના હૃદયમાં નાસ્તિકતા હોય તે જ આમ બોલી શકે. એટલે હૈયે હતું તે હેઠે આવ્યું છે. એક દિવસની દીક્ષાનું ફલ .
એક જ દિવસની દીક્ષાનું ફળ મેક્ષ અને તે ન પામે તે વૈમાનિક દેવતાપણું. આ ઉપરથી દયા સત્ય પ્રામાણિકતા નિર્મમત્વ દેવલોકાદિકને આપનારા સિદ્ધ થયા. ભગવાન સુધર્માસ્વામિજી શ્રીભગવતિજીસૂત્રમાં જણાવે છે કે–પહેલા ભવના તપ ને સંજમના પ્રભાવે દેવતા. દેવલોકમાં ઉપજે છે. આ વચનથી સંજમ તપસ્યા દેવલેકને આપનાર થયા. જો સંજમ તપસ્યા પુણ્યબંધ કરાવનાર હોય તે તે પણ સેનાની બેડી છે. જરાસંચમા. એ સૂત્રથી તત્ત્વાર્થકારે લખ્યું છે કે–દેવતાનું આયુષ્ય સરાગસંયમવાળો એટલે રાગવાળ સંયમવાળો બાંધે. સંયમા-- સંયમ એટલે શ્રાવકપણું, અકામનિર્જરા, બાળતપસ્યા આટલી વસ્તુઓ દેવકનું આયુષ્ય બંધાવે છે. અહીં સમ્યકત્વ કેમ ન ગમ્યું? સરાગસંયમ દેશવિરતિ અકામનિર્જ રા અને બાળતપસ્યા એટલે બાળસંન્યાસથી દેવલોક બંધાય તે સમ્યકત્વની ગણતરી કેમ કરી નહિં? સમ્યત્વ પામ્યા પછી વૈમાનિક સિવાય આયુષ્ય ન બાંધે એમ ઉપદેશમાલાકાર કહી ગયા એ વાત ખોટી છે? નહિતર તત્ત્વાર્થકારે અહીં સમ્યકવવાળા માટે કેમ ન લખ્યું? અહીં સમ્યકત્વવાળાના