________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૨૨૩ વિચાર કરે. જેને પ્રકર્ષથી વ્રજને એટલે જવાનું હોય તેને તે વિચાર હોતા નથી. મહાવીર ત્રણ જ્ઞાનવાળા પણ યશોદા તે ત્રણ જ્ઞાનવાળી ન હતી અને તેને તો છોકરો પણ ન હતો. પુત્રની ઈચ્છા પૂરી કરવા ભગવાને વિચાર કેમ ન કર્યો? જેઓને આહાર શરીર ઈન્દ્રિય વિષય અને વિષયના સાધનરૂપ પાંચ ઝાંખરા માલમ પડયા તેવાને આત્મસાધન સિવાય બીજો વિચાર કરવાનો નથી. આવી પણ પ્રવજ્યા પામીને મળેલ એવે પ્રવજ્યાને એક પણ દિવસ તેને સફળ કર્યા વગર રહે નહિં. કારણ પાંચ ઝાંખરા ઝેરથી પણ અધિક છે. સાચી વસ્તુને બ્રમણું ન કહેવાય
જેણે નાશવંત પદાર્થોની દરકાર રાખી ન હોય તેને પાછળનું શું થશે એ સંબંધમાં પૂછવાનો વખત આવતો જ નથી. આખું કુટુંબ ફનાફાતીયા થઈ જાય તો પણ તેને એ વિચાર ન આવે કે–પાછળનાનું શું થયું? એ નિર્માલ્ય વિચાર તેને આવે જ નહિં. સતી થવાની તૈયારી સમયે સતીની જોડે બાપ મા પુત્ર અગર રસ્તાન જનાર કઈ પણ કહે કે હું તારી પાછળ બળી મરીશ, તેનો વિચાર સતીએ કરવાનો હોય જ નહિં. અહીં ત્યાગ કરનારને પાછળને વિચાર હોય જ નહિં. જેનું ચારિત્ર સિવાય બીજામાં મન ન હોય તેજ અંતમુહુર્તમાં મોક્ષ પામે. કદાચિત મોક્ષ ન પામે તો પણ અવશ્ય વિમાનિક દેવતા થાય. આ મોક્ષની ને દેવલોકની લાલચે દઈ ભરમાવાય છે. પણ કહેનારાએ સમજવું જોઈએ કે ભરમાવવું કોનું નામ ? ન હોય ને કહેવું તેનું નામ ભરમાવવું, કે હોય તે કહેવું તેનું નામ ભરમાવવું? જે ફળ જેનાથી થતું હોય તે ફળ તેને જણાવવું તે ભરમાવવું કહે તે દુનીયામાં ભરમ વગરનું સ્થાન કયું? કાયદાસર વરતે તે વફાદાર કહેવાય, તે ભરમાવવું કહેશે? પ્રમાણિકપણે ચાલે તે આબરૂદાર કહેવાય, તે પણ ભરમાવવું કહેવાય તેમ કહેજે અને સ્વર્ગ ને મોક્ષ એ વસ્તુ શાસકારે ફળરૂપે કહી છે તે ચારિત્રના ફળ તરીકે કહેલી છે, તે જણાવે તે પણ ભરમાવવું કહેજે. અમે કહીએ છીએ તે બધી વસ્તુ સ્થિતિ કહીએ છીએ, પણ તમે કહે છો તે જ ભરમાવવાનું છે અને તેથી જ સાબિત થાય છે કે તમારે શાસન ઉપર શત્રુવટ છે, સાધુઓને રંજાડવા છે. શાસ્ત્રમાં કહેલા વાસ્તવિક રીતે બનવાવાળા ફળો જણાવાય તેમાં ભ્રમણાને સ્થાન કયાં હતું?