________________
આગ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
રર૧
એ પુણ્યને બંધાવનારા નથી, ત્યારે શું કરે છે? દયાદિ એ બધા આત્મામાં આવતા કમને રોકે છે અને પૂર્વે આવેલા હોય તે કર્મોનો નાશ કરે છે. જેને શાસ્ત્રકારે સંવર અને નિર્જરા તરીકે પ્રસિદ્ધ કરે છે. હવે પુણ્યના કારણ તરીકે દયા વિગેરે ન રહ્યાને, તેથી પરિવારને વખત ન રહ્યો. દાઢારંગા મુંડા હોય અને તેથી જ સમજુ સારા કે જે સાનમાં સમજે. અગર અણસમજુ સારા કે સમજાવ્યા સમજે. પણ દાઢારંગા સાનમાં ન સમજે અને સમજાવ્યા પણ ન સમજે. એવા દાઢારંગા કહે છે કે આ તે તમે શાસ્ત્રથી વિરૂદ્ધ બોલ્યા. દયા સત્ય પ્રામાણિકતા બ્રહ્મચર્ય અને નિર્મમત્વપણું યાવત્ સાધુપણું એ પુણ્યનું કારણ નથી, આ વાત અમને ગળે બેસતી નથી. ચારિત્રના પાંચે ભેદ સંવરમાં લીધા છે અને નિર્જરાના બાર ભેદમાં, મહાવ્રતને ધમ ધ્યાનની જગેપર મેલ્યા છે. ખરેખર પિતાની અણસમજ આગળ. કરવી છે, એવા દાતારંગાઓ પાપ અગર પુણ્યની વ્યવસ્થિત લેવડ– દેવડને સમજી શકતા જ નથી. ભગવાન ધર્મદાસગણીજી ઉપદેશમાલામાં જણાવે છે કે –
एगदिवसंपि जीवो पवज्जमुवागओ अणण्णमणो ।
जइवि न पावइ मुक्ख-मवस्स वेमाणिो होइ ॥ १ ॥
એક દિવસને પણ પ્રજિત એટલે વધારે વાત તે દૂર રહી, પણ પાઘડી ને બોતાણામાં ફરક કેટલો? જેના છેડે કસબને તાસ છે તે પાઘડી અને જેને છેડે કસબને તાસ નથી તે બોવાણું. આ જિંદગીને પાઘડી, બનાવવી છે કે બોલાણું? આ જિંદગીમાં છેલ્લા વખતે પણ ચારિત્રની આરાધના કરી શકીએ તે જિંદગીનો પલટો પાઘડીમાં. અથવા છેલ્લી વખત બાયડી છોકરામાં રઘવાયો થઈ બોલે મને સંભારજે, શ્વાસોશ્વાસ ચાલતી વખતે પણ હજુ મન બાયડી છોકરામાં છે. તે બધા બેતાણાના બેકારો છે. છેલ્લી જિંદગી સુધી વૈતરું કરનારા આત્મકલ્યાણ શી રીતે કરી શકે? છેલ્લી અવસ્થાએ જિંદગી સુધારી લે તે પાઘડીની શોભા, એટલે પાઘડીને છેડે પણ કસબી હોય એટલે હવે જિંદગીને છેડે પણ સુધરે, એવું વિચારીને એક જ દિવસ પણ જે પ્રત્રજ્યાને પામ્યો છે એ જીવ તે પણ પામી ગયે. પ્રજ્ઞ એટલે ચાલ્યા જવું = ઉપસર્ગ સાથે લેવાથી પ્રકાઁણ એટલે જેમ તમે દેશાંતર જાઓ છે તે ઘેર