________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૨૧૯
સમજનારા પણ આ પાંચ પ્રવૃત્તિથી નિવૃત્ત થતા નથી, તે જૈનશાનું જાણપણું અને માનવાપણું જેના હૃદયમાં નથી, તેવા આ પાંચના ઉદ્યમ વગર ક્યાંથી હોય? કોઈ પણ ભવમાં આપણો આત્મા આ પાંચમાં જ પલોટાએલો છે. આ વાત સમજશે એટલે અનાદિ સંસાર માનવામાં અડચણ નહીં આવે. પાપ બાંધતા પુણ્યશાળી કેમ ન થયે? એ પ્રશ્નને અવકાશ રહેતું જ નથી. જે દરિદ્રતાના ચક્કરમાં ચડી ગયે પછી આ ચક્કર કેમ—એ સવાલ જ નથી રહેતો. આ પાંચમાં ફલ્ય ફા ફુલ્ય અને રૂલ્ય અંતે પાંચમાં, પાછા કમ બાંધ્યા, ફેર પાછો પાંચમાં રૂલ્યા. એ સમય ક્યારે કે–આ જીવ આહાર શરીર ઈદ્રિય વિષય અને તેના સાધનોની દરકાર વગરને થાય. તે જીવથી સાંભલ્યા જતું નથી. અત્યારે જૈનશાસનમાં જ આ વાત સાંભળીએ છીએ, અરે માનીએ છીએ, એ પાંચની દરકાર છોડવા માંગીએ છીએ, તો પણ પાંચની દરકાર છૂટતી નથી. તે સમજ્યા છતાં ન છૂટે તે અનાદિ સંસારમાં રખડે તેમાં નવાઈ શી? દરેક ભવમાં આ જીવે આહાર શરીરાદિકની કિંમત ગણી છે. આ જીવ દરેક ભવે આહારાદિક પાંચની કિંમત કરતું આવ્યું છે. ખેતરમાં જે વાવીએ તેજ ઉગે અને તેજ લણાય. બીજું કંઈ લણાય ખરૂં? જ્યારે આત્માનું ખેતર મનોહર એમાં કલ્પવૃક્ષ ઉગે એવું છે, પણ ઝાંખરો બાવળ વાવ્યા છે, તો કલ્પવૃા ઉગવાની આશા ક્યાંથી કરાય? કેઈક ખેડૂત દેખે કે મારા ખેતરમાં ઝાંખરા ઉગે છે માટે મારે એને કાઢી નાખવા અને આંબા વિગેરે વાવવા તો કેરી વિગેરે ફળે નિપજતા થાય. ઝાંખરાના ભરેસે રહે તે શું નિપજે? પાપના અભાવમાં પુણ્ય બંધાતું નથી
આ આત્માના ખેતરમાં કંગાલ કમેં તે ઝાંખરા ઉગાડ્યા છે. આહારાદિક ઝાંખરા છે. તે કર્મની કળાથી ખીલી નીકળ્યા છે. જ્યાં કમ નથી ત્યાં સિદ્ધપણામાં ઝાંખરાનું નામ નિશાન નથી. આહાર શરીરાદિક ઝાંખરાનો નાશ ક્યારે થાય અને નવા શરીરાદિ ઝાંખરા ઉગતા કયારે બંધ થાય ? ખેડૂત કમ્મર બાંધે તેજ નવા ઉગતા બંધ થાય ને છે તે ઉખેડી નાખે. જ્યારે આ જીવરૂપી ખેડૂત કેડ બાંધે ત્યારે જ કમરૂપી મૂળીયાથી શરૂ થએલ ઝાંખરા ઉગતા બંધ થાય. ઉખેડવાની વાત કરો છો તો શું કર્મ ન માનવું? કર્મ શત્રુ છે, જૈન શાસનમાં