________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૨૧૭
જવાના કે? જે દ્રવ્યદયાના ભેગે ભાવદયા કરનાર એ સગતિ સિવાય બીજે જતા જ નથી, તેમ શ્રીસ્થૂલભદ્રજી બીજાને અરુચિકરનાર ભલે થયા હોય, પણ આત્માને ઉદ્ધાર કરનાર હોવાથી સદગતિ પામ્યા છે. બાપ ભાઈ છોકરા વિગેરે રીસે ભરાશે પણ મારે પ્રમાણિકપણાની ખાતર અપ્રમાણિક સોદો જ કરે એ શ્રેય છે, એમ વિચારી જાતે કર્યો. તમારી પર બધા ચીડાય તેમાં તમને દેષ -નાહ લાગે.
એક એક પાપથી બચવા માટે કદાચ આખા કુટુંબની દુર્દશા થાય તેની કિંમત નથી, તો પાંચે પાપથી સર્વથા બચવા માટે કલેશ કંકાસ અગર દુરાશીષની કિંમત નથી. ભાવદયા એવી ઊંચામાં ઊંચી ચીજ છે કે જે દ્રવ્યદયાના ભોગે પણ કરવાની છે. દ્રવ્યદયા એ માફી નથી પણ મહેતલ છે. હજારોની મહેતલ કરતાં એકની માફી જબરજસ્ત ફાયદો કરનાર છે. માટે જે જીનાં કલ્યાણને માટે કર્મથી છૂટવા માટે જેઓ સર્વદા ઉપકાર કરવા તૈયાર થાય છે, તે ઉપગાર બુદ્ધિથી તેવા ભાવ ઉપદેશકેને એકાંતથી અનુપમ ધર્મ છે. સર્વ સાંભળવાવાળા હિતકારી વચન સાંભળે તે બધાને હિતજ થાય તે નિયમ નથી, પણ વકતાને તે એકાંત ધર્મ જ છે. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી યોગ્યતા વગર ધર્મ કહેનારને અને સાંભળનારને બંનેને દૂષિત શી રીતે ગણે છે? કઈ અપેક્ષાએ કાળા મહેલમાં રહેવાવાળા અધર્મી છે. ધર્મની લૌકિક અને લોકોત્તર કિંમત કઈ અને તે લોકેત્તર કિંમત સમજનારા વસ્તુતઃ ભાવદયાના ભોગીઓ જ જગતમાં ધન્ય છે. હવે તે કિંમત સમજાવ્યા બાદ ધર્મમાં મુખ્ય સમ્યત્વ-સીડીના પગથીયારૂપ, અર્થ પરમાર્થ અને અનર્થ તેની તરતમતા અને ત્યાર પછી ચોમાસા કર્તવ્યરૂપ સામાયિકાદિક આભૂષણે કેવી રીતે સમજાવાશે તે અધિકાર અગે વર્તમાન.
- પ્રવચન ૭૮ મું
સં. ૧૯૮૮ શ્રાવણ સુદિ ૮ મંગળવાર ગળે વળગેલાં આહાર, શરીર અને ઈન્દ્રિય
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ દેતાં સૂચવી ગયા કે અનાદિકાળથી રખડતો આ જીવ સાધ્યને સમજી શક્યો જ નહિં. અનાદિથી જન્મ મરણ