________________
૨૧૮
પ્રવચન ૭૮ મું
કરતું આવ્યું. કેઈ ભવ જન્મ મરણ વગરનો હતું જ નહિ, તે જન્મમરણની વચ્ચે પોતે ઉદ્યમ કર્યો છે, નિરૂઘમ બેસી રહ્યો નથી, પણ ઉદ્યમ શાને? આહાર શરીર ઇંદ્રિય, તેના વિષયને વિષયના સાધનને. ચાહે તો મનુષ્ય, દેવતા, નારકી કે તિર્યંચ કોઈ પણ જિંદગી તપાસો. તેમાં જીવ ઉદ્યમ કરે છે, જમ્યા ત્યારથી ખોરાક ઉપર નજર, આહારમાં જાણ્યું કે કાંઈ તત્ત્વ હશે તેથી સુધાવેદનીના ઉદયથી આહાર લીધે, એટલે તેના બે ભાગ થયા. એક મળ અને બીજો રસ. મલે મહેરબાની કરી કે તરત નિકળી ગયો. મલને જીવ સાથે સંબંધ નહિ, પણ રસ થયો તે જીવને વળગે એટલે હવે આહાર પાણી લેવાનું શરીર પણ સાચવવું. શરીર શી ચીજ ? આહારનો બનેલો રસ, તે રસથી શરીર બન્યું, એટલે તેમાં થઈ દિયો, ૨ટલે જીવને ત્રણ મુદ્દા સાચવવાના, આહાર શરીર ને ઈદ્રિય. દિયે થઈ એટલે ઈંદ્રિય વિષયો તરફ દોડવા લાગી. ઈદ્રિયોની શક્તિ વધારવા માટે એને વિષય તરફ દોડવું પડ્યું. અત્યાર સુધી સારા-નરસાનો વિભાગ જાણીને બેસી રહેવાનું હતું, પણ સારાનરસ ખોરાક લેવામાં રસ પ્રતિકુળને ખસેડી શકતો નથી, તેમ અનુકૂળ લઈ શકતું નથી. ઈદ્રિય અને તેની તાકાત પ્રતિકૂળ શરીર મલ્યા તે તેને ખસેડી શકતો નથી. જે શરીર ઈદ્રિ અને ઈદ્રિયોની શક્તિ આવી તે આવી, ઓછી તાકાતવાની જાણુંને કાઢી શકતો નથી. ત્યારે આહાર, શરીર, ઈદ્રિય તે હાસા પ્રહાસાના માદળીયા જેવા ગળે વળગ્યા તે વળગ્યા.
આત્માના ખેતરમાં ધર્મરૂપી કલ્પવૃક્ષ રેપ
આ ત્રણમાં ઈચ્છાને માન અપાયું નથી પણ ઈદ્રિયોના વિષયમાં ઈંદ્રિય ને મન અપાયું. અનુકૂળ વિષય પ્રત્યે પિતે ધર્યો અને પ્રતિકૂળમાંથી પાછો ખસવા લાગ્યો. આથી વિષયોની પંચાતમાં ઈષ્ટ અનિષ્ટમાં ઈષ્ટ સંઘરવા લાગ્યા, અનિષ્ટને ખસેડવા લાગે ને ઈષ્ટને ખોળવા લાગે. ધન કુટુંબ વિગેરે ઈષ્ટ વિષયનાં સાધનો તરફ ઝુકવા લાગ્યો. આપણા જન્મને અંગે, જનાવરના જન્મને અંગે તિર્યંચના જન્મને અંગે નારકી કે દેવતાને અંગે વિચારી લ્યો કે – આહાર શરીર ઈદ્રિય અને તેના વિષય ને વિષયના સાધન સિવાય કઈ પ્રવૃત્તિ કરી? શાસ્ત્રને સાંભળનારા માનનારા ને તેથી જ હિત