________________
२२०
- પ્રવચન ૭૮ મું કર્મ સિવાય કોઈ શત્રુ નથી, કેમ કેઈ જતન મિત્ર નથી. અત્યારે પુણ્ય સાથે પલકભર સુલેહ કરી લીધી છે. અંતે તે પુણ્યને નાશ કરવાનું છે. પાપને જીવજાન દેસ્ત જે પુણ્ય, તેને ઘરમાં રાખવાનું નથી. ઘરમાં દુર્ગધ મારે ત્યારે ભંગીયાને સાફ કરવા બોલાવાય, પણ ઘર સાફ થયા પછી ભંગીયાને ઘરમાં બેસવા ન દેવાય. તેવી રીતે પુણ્યરૂપ ભંગી દ્વારા પાપ પ્રકૃતિરૂપ દુર્ગધના ઢગલાના ક્ષય માટે મદદ લેવી પડે. પાપનો સર્વથા ક્ષય થઈ જાય, એક અંશે પણ આત્મામાં પાપ ન રહે, પછી પુણ્યને પણ કાઢી મેલવાનું છે, બલકે રાખો તો રહે પણ નહિ. તેથી કહ્યું છે કે પુથાપુથક્ષયાન મુaઃ પુણ્ય અને પાપ બનેના ભયથી મુક્તિ છે, મોક્ષ છે. મેક્ષ એ પુણ્યના ઉદયથી કે પુણ્યના જોરે નથી પણ પુણ્ય પાપ બન્નેના ક્ષયથી મોક્ષ છે. ત્યારે શાસ્ત્રકાએ પાવાગો જેમાં કહ્યું પણ વાગો રેમ કેમ ન કહ્યું મુણાવાયાકો વેરમાં કીધું પણ સારો વેવમળ કેમ ન કહ્યું? જીવહિંસા જેવી રીતે પાપ લાવશે તેવી રીતે દયા પુણ્ય લાવશે. જઠ પાપને લાવશે તેવી રીતે સાચ પુણ્યને પણ લાવશે. સ્ત્રી ગમન પાપ લાવશે, તેવી રીતે બ્રહ્મચર્ય પુણ્યને લાવશે. તે જ્યારે પુણ્ય પાપ બન્નેના ક્ષયથી મોક્ષ છે તો બનેની વિરતિ શાસ્ત્રકારે કહેવી જોઈએ. હું તે હિંસાથી અને દયાથી વિરમું છું. હું તે સાચથી અને જઠથી વિરમું છું. હું તે ચોરીઅદત્તાદાન અને પરિગ્રહ-નિમમમતાથી પણ વિરમું છું, આમ કહેવું હતું ને? પુણ્ય એ સોનાની બેડી અને પાપ એ લોઢાની બેડી, આબરૂદારે લોઢાની કે સેનાની એ બને બેડીથી ડરવાનું છે. જેવી રીતે આબરૂદારને સેનાની કે લોઢાની બેડી નકામી છે, તેવી રીતે મુમુક્ષુને પાપને પુણ્ય બને નકામાં છે. અહીં શાંતિથી સમજવાની જરૂર છે, નહિંતર પુણ્યનો પરિહાર પહેલા કરવાવાળા જઈ જશે અને પાપને છોડવા જતાં પાછા પડશો, માટે સમજવાની જરૂર છે. પહેલાં તો પાપ ન હોય ત્યાં પુણ્ય બંધાતું જ નથી. પુણ્યનું ટકવું પાપ ઉપર જ આધાર રાખે છે.. ‘દયા સત્ય પ્રમાણિકતા બ્રહ્મચય નિમમત્વાદિ સવાર-નિર્જરા કરનારા છે.
દયા સત્ય પ્રમાણિકતા બ્રહ્મચર્ય અને નિર્મમત્વ પુણ્યને અંધાવનારા છે, તે કહેવામાં ભૂલ છે. ( દયા, સ, . બ્ર. નિ.)