________________
પ્રવચન ૬૪ મું છે. એમને એમ ચાલી નિકળે તે નિરાધાર મેલીને નિકલ્યા. ત્યારે જુવાનીયાને ગમે છે શું ? દીક્ષા થવી ન જોઈએ. નાનો દીક્ષા ત્યે તે કહે છે તે સમજે શું? અઢાર વરસની ઉમરને કરે પરણીને ભે એટલે સમજે કે બાયડીને રોવડાવી. વૃદ્ધ થયો એટલે માબાપને રોવડાવે, માબાપને સરાવ્યા હોય, તે તે ઠીક ઠીક, ઠેઠા ભેગા થાય છે, પડિકમણું આવડતું નથી. ત્યારે દીક્ષા માટે કયો વખત એ તે કહે? નાનપણમાં અણસમજુ, પછી બાયડી છેકરા માબાબ, પછી ખોખરૂં હાંલ્લું. તે દીક્ષાને ટાઈમ પહેલાં નક્કી કરો. પછી માબાપ છોકરાનો કશે વાંધો નહીં લઈએ. કેવળ આકાશના ફુલોની સુંગધો જોઈએ છે. સાધન ઘર બાર વગરના લોકોને વરસાદ આવે તે રાંડનો કહે અને વરસાદ ન આવે ત્યારે રાંડો ન આવ્યો. દરિદ્રતાના હિસાબે બન્ને વખત રાંડનો કહ્યા વગર રહેવાના નથી. સાધુ ન હોય તે પણ જુલમ, હેય તે પણ જુલમ દરેક ઉપાશ્રયવાળા ગામવાળા દેશવાળા સાધુ માગવા તૈયાર અને સાધુ થાય એ ગમતું નથી. એ દષ્ટિને કઈ દિવસ સંતેષ કરી શકાય નહિં. કૃષ્ણ દ્વારિકા નગરી બાર જોજન લાંબી નવજે જન પહોળી, તેમાં ઢંઢેરે પીટાવ્યો. આખા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો કે જેને ચારિત્ર લેવામાં કંઈપણ હરકત હોય તે તે માટે પૂર્ણ કરવી. આવા દઢ રંગવાળા છતાં આરંભ કષાયમાં પોતે ડૂબા એટલે નરકે ગયા. આવી માન્યતાવાળા લપટાયા તે નરકે ગયા. સમકિતવાળે નરકે જાય નહિ પણ સમકિતમાં આયુષ્ય બાંધે છે. તેઓ આયુષ્ય પણ આસફિતમાં જ બાંધે. નિયાણાનું પાપ કેવું? આયુષ્ય બાંધ્યા પછી જ સમકિત પામે. તે સમતિ નરક નિવારણ કરનાર થતું નથી. પહેલાં સારી કરણી કરી શકે જ નહિં. નિયાણાનું અધમપણું કે જે બીજા ભવમાં આટલી ઊંચી સ્થિતિ આવવાની હોય છતાં આસક્તિ આવી થાય છે. તે નિયાણું ચારિત્રના પ્રભાવે ફળીભૂત થયું. ચારિત્રરૂપી ધર્મની કિમત નહિ સમજવાથી નિયાણાથી ચારિત્ર ખસતું કર્યું, તેથી નરકમાં જવું પડયું. ધર્મ સંભળાવું-એમ કહી દઉં તે પહેલાં ધર્મની કિંમત સમજે. હવે ધર્મની કિમત કરવાના રસ્તે આગળ શું બતાવશે તે અધિકાર અગ્રે વર્તમાન.