________________
પ્રવચન ૭૦ મું
સંવત ૧૯૮૮ અષાડ વદિ ૧૩ રવિ શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતા જણાવી ગયા કે–વસ્તુની પ્રાપ્તિ કે મુશ્કેલ હોય છતાં મુકેલ વસ્તુની પ્રાપ્તિ થયા પછી સદુપગથી ફાયદો ને દુરુપયોગથી નુકશાન થાય છે, એ જેના ખ્યાલમાં ન હોય તે વસ્તુથી ફાયદો મેળવી શકે નહિં, નુકશાનથી બચી શકે નહિં. એ વાત જગતની રીતિએ વિચારી ગયા. ધન પોતાના બાપનું પિતાની માલિકીનું પોતાના હકનું છતાં ધનની વ્યવસ્થા કરવાની લાયકાત ન હાય સદુપયોગના ફાયદાને ન સમજતો હોય તે તેની માલિકીનું હતું ધન છતાં પણ તેની વ્યવસ્થા કરવાની સત્તા મળતી નથી. એવી રીતે આ આત્માને અંગે જ્યાં સુધી ધર્મની પ્રાપ્તિ કયા ફાયદાને કરે છે તેને સદુપયોગ કેટલો ફાયદો કરે છે, દુરુપયોગથી નુકશાન કેટલું છે-આ હકીકત જાણવામાં આવી ન હોય ત્યાં સુધી તેનામાં ધર્મ દેવાની કે લેવાની લાયકાત આવી નથી. એક સરદારના ઘરમાં તલવાર હોય તે બરચાંથી વધારે કિંમતી નથી. જ્યારે તલવારથી બચી શકતા આવડે સાચવતાં આવડે ત્યારેજ બચ્ચાને અપાય. દુ૨૫ગના ગેરફાયદાના જ્ઞાનને જાણે ત્યારે અપાય છે. તે પછી અહીં ધર્મ એ કયારે અપાય? કાને અપાય? તે માટે શાસ્ત્રકારે જણાવ્યું કે-આ જીવને કિંમતના જાણપણા વગરનો અનંતી વખત ધર્મ મલ્યો, તેનું પરિણામ શું આવ્યું ? વાસુદેવોને તમામને પહેલે ભવે ધર્મ મળેલો જ હતો છતાં તેનું પરિણામ-નિયાણું કરી બીજે ભવે આસક્તિથી ફળ ભોગવી નરકે જાય. જે ભાવતીર્થકર આપણને મલ્યા હોય, તેમની કિંમત ઉપયોગીતા આપણા આત્માને થતું કાયદે વિચાર્યું ન હોય તે ખૂદ તીર્થકર મળી જાય તો પણ શું? તીર્થકર સરખા મળે તે પણ આત્મા ખાલીને ખાલી. શા કારણથી? આપણે જે ધર્મ કરીએ છીએ તે કિંમત કર્યા સિવાય કરીએ છીએ. જગતના પદાર્થોની પરીક્ષા ઇન્દ્રિઓથી કરી શકાય, તેમ ધર્મની શાથી?
પદાર્થની જુદી જુદી રીતે એ કિંમત કરે છે. સેનાની કિંમત કસેટીએ, મતી હીરાની કિંમત પારખીને કરે છે, તે ધમની કિંમત