________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજો
૨૦૯ પાળીષીને મોટી કરનાર તે શેઠના જ ઘરની છોકરીને-ચીજને ઉપાડનાર ઉપાડીને લાવ્યો છે અને વળી તેને જ કાપી નાખનાર આ ચાર કેવો? ખરી રીતે લુટારે ધાડપાડુ હત્યારે જે કહે તે બધું અત્યારે ઓછું છે. આવો પણ ઉપશમ વિવેક અને સંવર એ ત્રણ પદમાં ઊંડા ઉતરી જાય છે, તે કઈ દશાએ? એક જ દશાએ. જેને તત્ત્વશુશ્રુષા હતી, ઉપશમ કહો તે સાંભળીને કાઢી નાખવાને નહિં, પણ મારે તે મનન કરવાનો. આ ત્રણ પદ હજારો વખત સાંભલ્યા છે. આવા હત્યારાને ત્રણ પદેએ અસર કરી અને આપણને કેમ અસર નથી થતી? એણે એક જ વખત સાંભવ્યું ને આપણે સેંકડો વખત સાંભળ્યું. દૂધપાકમાં ફરેલો કડછા બે કલાક ફરે છતાં રસ છાંટે ચાખે નહિં. એ કરતાં ચેતનવાળી કીડી એક મિનિટ દૂધપાકના કડાયાના કિનારા ઉપર લાગે તે પિતાનું કામ કાઢી ચે. કડછાને રસ લેવાને નહિ. કીડી નાનામાં નાની એ પણ દૂધ ઉપર જાય તો અધી મિનિટમાં પણ દૂધપાકનો રસ લઈ લ્ય. આપણે ઉપશમાદિ શાસ્ત્રો સાંભલ્યા, પણ તે આપણને દૂધપાકના કડછા જેવા થયા, કીડી જેમ આત્મા સાથે ક્યારે મેળવ્યા? ઉપશમ મારે કરવાનો, વદે દવા આપી તે દેખવાની પણ પીવાની નહિ. દવા દેખવાવાળાઓના રેગ કેટલા વરસે મટે? જેમ વૈદની દવા દેખીને ખસી જવાવાળાને રોગ મટતે નથી, તેમ આપણે આ શાસ્ત્રનાં વચનરૂપ દવા દેખીને ખસીએ છીએ લેવાને તૈયાર થયા નથી. ભરાડી ચાર-વિશ્વાસઘાતી-હત્યારા, અરે એ લુટારાએ ત્રણ પદની દવા લીધી, પણ દેખીને ખસી નથી ગયે, ઉપયોગ કર્યો. હું ઉપશમવાળો કેમ નહિં? વિવેક–સંવરવાળો કેમ નહિ? ગામમાં લુંટ કરીને આવ્યો છે, છોકરીને લઈને આવ્યો છે. પાછળ ઘણું ગામના લેક અને સીપાઈઓ પડ્યા છે, તેણે તે ત્રણ પદ લીધા તે વખતે શાંતપણું કેવી રીતે રાખ્યું. જે ધાડ પાડીને છોકરી ઉઠાવીને નીકલ્યો છે. પાછળ લોકો છે તેવી વખત સૌમ્યદશા રાખવી મુશ્કેલ છે, તે હદયથી વિચારે.
ઉપશમ વિવેક સંવર કરતાં આવું પાછું જોયું હશે ખરૂં. જે જુએ તે ઉપશમ વિવેક અને સંવર બને તેવું છે? ત્રણ પદ રૂપ તરવાર છોડી તે મરી ગયો. ત્રણે મરણના સોદા છે. ઉપશમ એ પણ મરણનો ફા. ૧૪